નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ નવી દિલ્હીમાં 12 ઓગસ્ટના રોજ ભારત ખાતેના યુકેના હાઇ કમિશ્નર લિન્ડી કેમેરોન સાથે મુલાકાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, બ્રિટિશ હાઇ કમિશ્નરની યજમાની કરીને ગૌરવ અનુભવી રહ્યો છું. સતત બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ પર તેમનો વિચક્ષણ દ્રષ્ટિકોણ સાચા અર્થમાં અભિભૂત કરનારો છે.


