ગ્રાહક સેવામાં નિષ્ફળ વોટર કંપનીઓએ બમણું વળતર ચૂકવવું પડશે

સરકાર દ્વારા નવા આકરા નિયમો લાગુ કરાયાં

Tuesday 13th August 2024 11:52 EDT
 

લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સના ગ્રાહકોને નબળી ગ્રાહક સેવાઓ માટે વોટર સપ્લાયર પાસેથી મળતા વળતરની રકમ બમણી થશે. સરકાર ગ્રાહક સેવામાં નિષ્ફળ જઇ રહેલી વોટર કંપનીઓ સામે કડક હાથે કામ લેવાની તૈયારી કરી રહી છે.

પરિવારો અને વેપાર-ઉદ્યોગોને મદદરૂપ બનવા માટે આકરા નવા નિયમો અમલી બનાવતાં સરકારે જણાવ્યું હતું કે, પાણીના પૂરવઠામાં અડચણો સહિતની સમસ્યાઓ માટે લઘુત્તમ વળતરની રકમ બમણી કરાશે.

આમ તો પાણીનો પૂરવઠો શરૂ ન થાય તો 20 પાઉન્ડ વળતર તરીકે અને વધારાના દર 24 કલાક માટે 10 પાઉન્ડ પેટે વળતર ચૂકવાતું હતું પરંતુ હવે તે વધારીને 50 પાઉન્ડ કરાયું છે અને જો તાત્કાલિક પાણી પૂરવઠો શરૂ ન થાય તો દર 12 કલાક પેટે વધારાના 50 પાઉન્ડ વળતર ચૂકવવું પડશે.

જો પાણી ઓછા દબાણથી મળતું હોય તો તેના માટે 250 પાઉન્ડનું વળતર ચૂકવવું પડશે અને ગટર ઉભરાવા માટે 2000 પાઉન્ડ ચૂકવવા પડશે. પાણીની ગુણવત્તામાં ઘટાડો થયો હોય તેવા સંજોગોમાં બોઇલ નોટિસ આપવાની હોય છે અથવા તો મીટર રીડિંગમાં વિલંબ માટે પણ વોટર કંપનીઓએ ચાર્જ ચૂકવવાના રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter