લંડનઃ અગ્રણી ગ્રાહક જૂથ વિચ દ્વારા કરાયેલા એક સરવેમાં વિઝ એરને ગ્રાહક સેવાઓ માટે સૌથી બદતર એરલાઇન જાહેર કરાઇ હતી. વિચે જણાવ્યું હતું કે, 1000 જેટલાં પુખ્તોમાં કરાયેલા સરવેમાં વિઝ એરને સૌથી બદતર એરલાઇન ગણાવવામાં આવી હતી. સરવેમાં સવાલો કરાયા હતા કે કસ્ટમર સર્વિસના આઠ પાસામાં તે કેવી કામગીરી કરી રહી છે. આ પાસાઓમાં એરલાઇનનો કોન્ટેક્ટ નંબર શોધવા, એરલાઇનની અધિકૃત વ્યક્તિ કેટલા સમયમાં લાઇન પર આવે છેનો સમાવેશ કરાયો હતો.
સરવેમાં વિઝ એરને પ્લસ 13 પોઇન્ટ અપાયાં હતાં. 50 ટકા કરતાં વધુ ગ્રાહકે જણાવ્યું હતું કે, એરલાઇનની કસ્ટમર સર્વિસમાં અમે કોઇને કોઇ પ્રકારની સમસ્યાનો સામનો કર્યો હતો. કંપની દ્વારા ઇમેલનો ક્યારેય જવાબ અપાતો નથી.
બીજા સ્થાને વિલંબ માટે કુખ્યાત એવી રાયનએરને પ્લસ 28 પોઇન્ટ મળ્યાં હતાં. જ્યારે બ્રિટિશ એરવેઝ પ્લસ 46 પોઇન્ટ સ્થાને ત્રીજા ક્રમે રહી હતી. જોકે આ એરલાઇન કંપનીઓએ વિચના સરવેને ગેરમાર્ગે દોરાનારો અને ખોટો ગણાવ્યો હતો. બ્રિટિશ એરવેઝે આ સરવેને અવિશ્વસનિય ગણાવ્યો હતો.


