ગ્રાહકોને સાચી માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરતી 6 મોટી બેન્કોનો ઉધડો લેવાયો

બેન્કો નિયમોના પાલન સાથે પીડિત ખાતાધારકોને રિફંડ ચૂકવશે - સીએમએ

Wednesday 27th July 2022 07:38 EDT
 

લંડન

ગ્રાહકોને માહિતી પૂરી પાડવા અંગેના નિયમોનો ભંગ કરવા માટે મેટ્રો, લોઇડ્સ અન નેટવેસ્ટ સહિતની 6 બેન્કોને કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી દ્વારા પગલાં લેવાની ચેતવણી અપાઇ છે. મેટ્રો બેન્કમાં ઓવરડ્રાફ્ટ પર વધારે ચાર્જ વસૂલવામાં આવતો હતો. નેટવેસ્ટ બેન્ક તેની બંધ શાખાઓ અને કેશપોઇન્ટની માહિતી આપવામાં નિષ્ફળ ગઇ હતી. લોઇડ્સ બેન્કની વેબસાઇટ પર ઓવરડ્રાફ્ટ પરના વ્યાજદરની માહિતી જૂની હતી અન સર્વિસ ક્વોલિટી રેન્કિંગ પણ ખોટાં જણાયાં હતાં. બેન્ક ઓફ આર્યલેન્ડ દ્વારા કરન્ટ એકાઉન્ટના ચાર્જ અંગે ખોટી માહિતી અપાતી હતી જ્યારે એચએસબીસી બેન્કમાં ઓવરડ્રાફ્ટ ચાર્જની કોઇ માહિતી જ અપાતી નહોતી.

હવે મેટ્રો બેન્કે પીડિત ખાતાધારકોને રિફંડનું વચન આપ્યું છે. સીએમએએ જણાવ્યું છે કે આ ત્રણે મોટી બેન્કોએ નિયમોનું પાલન કરવા કામગીરીમાં બદલાવ કર્યાં છે. સીએમએના સીનિયર ડિરેક્ટર એડમ લેન્ડે જણાવ્યું હતું કે, આ છ મોટી બન્કો દ્વારા નિયમોનું પાલન થતું ન હતું. છેલ્લા પાંચ વર્ષથી અમલમાં મૂકાયેલા નિયમોના પાલનમાં આ બેન્કો નિષ્ફળ માલૂમ પડી હતી. તેના કારણે ઘણા ખાતાધારકો નિરાશ થયાં હતાં. હવે બેન્કોએ તેમને રિફંડનું વચન આપ્યું છે. આ તમામ બેન્કોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આપણા ફાઇનાન્સ માટે મહત્વના નિર્ણય લેતી વખતે આપણી પાસે સાચી માહિતી હોય તે આપણો અધિકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter