ગ્રીન પાર્ટીના નેતા પોલાન્સકીએ ઉર્દૂ ભાષામાં ચૂંટણી પ્રચાર કરતા વિવાદ

Tuesday 15th September 2026 10:17 EDT
 

લંડનઃ ગ્રીન પાર્ટીના નેતા ઝેક પોલાન્સકીએ હોલબોર્ન એન્ડ સેન્ટ પેન્ક્રાસ બેઠક પર યોજાનારી આગામી પેટાચૂંટણી માટે ઉર્દૂ ભાષામાં એક ખાસ પ્રચાર વિડીયો જાહેર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વિડીયોમાં પોલાન્સકી ઉર્દૂમાં પોતાનો પરિચય આપે છે અને સ્થાનિક મતદારોને ગ્રીન પાર્ટીના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરે છે.  

બ્રિટિશ રાજકારણમાં વિદેશી ભાષાઓમાં પ્રચાર કરવાના આ વલણ સામે તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શેડો હાઉસિંગ સેક્રેટરી કેટી લેમે આ પદ્ધતિની સખત આલોચના કરતા જણાવ્યું કે જાહેર જીવન અને રાજકારણમાં માત્ર રાષ્ટ્રીય ભાષાનો જ ઉપયોગ થવો જોઈએ અને આવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter