લંડનઃ સેક્સ માટે સગીરાઓને ભોળવતા 3 ભઇઓને જેલભેગા કરી દેવાયાં છે. પ્રિસ્ટન ક્રાઉન કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે શહા અમરાન મિયા (49), શહા અલમાન મિયા (47) અને શહા જોમાન મિયા (38) 6થી 15 વર્ષીય સગીરાઓને પોતાનો શિકાર બનાવતા હતા. તેમણે પાંચ સગીરાઓ સાથે 60 વાર જધન્ય કૃત્ય આચર્યું હતું. ગયા ઓક્ટોબરમાં તેમને દોષી ઠેરવાયા હતા.
અદાલતે જોમાન મિયાને 40 અપરાધો માટે 22 વર્ષ, અમરાન મિયાને 16 અપરાધ માટે 22 વર્ષ અને અલમાન મિયાને 3 અપરાધ માટે 10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. અલમાનની મુક્તિ બાદ લાયસન્સ પર તેની સજા 4 વર્ષની રહેશે.
આ નરાધમ ભાઇઓ ખુલ્લેઆમ સગીરાઓનું શોષણ કરી રહ્યાં હતાં. તેઓ જાહેરમાં સગીરાઓની છેડતી પણ કરતા હતા.