લંડનઃ ગ્રુમિંગ ગેંગના ભાગરૂપે બાળકોનું જાતીય શોષણ કરનારા અપરાધીઓ સામે નેશનલ ક્રાઇમ એજન્સી દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાશે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, લાંબાસમયથી ન્યાય ઝંખતા પીડિતોને ન્યાય અપાવવા અને બાળકોને આ પ્રકારના અપરાધનો શિકાર થતા બચાવવા પોલીસ સાથે મળીને કામ કરશે.
નેશનલ ક્રાઇમ એજન્સીના ઓપરેશનનો લક્ષ્યાંક બાળકોના જાતીય શોષણમાં સંડોવાયેલા અપરાધીઓને જેલભેગા કરવા, વધુને વધુ પીડિતોને બચાવવા અને આ પ્રકારના અપરાધોની તપાસમાં સુધારો કરવાનો છે. હોમ ઓફિસે જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં હોમ સેક્રેટરીના આદેશ બાદ પોલીસે 800 જેટલા કેસો ફરી ખોલ્યાં છે.