ગ્રૂમિંગ ગેંગ તપાસઃ સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે

Tuesday 30th June 2026 11:14 EDT
 

લંડનઃ ગ્રૂમિંગ ગેંગ તપાસ સમિતિ દ્વારા સૌપ્રથમ ઓલ્ડહામ, બ્રેડફોર્ડ, કીઘલી અને લંડનના કેસો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સ્ટેચ્યુટરી ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી ઇનટુ ગ્રૂમિંગ ગેંગ્સના અધ્યક્ષ બેરોનેસ એન લોંગફિલ્ડે જણાવ્યું હતું કે, આ સમિતિ સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓને બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે શું પગલાં લીધાં અથવા ક્યાં ચૂક કરી, તે અંગે સવાલો કરશે. આ સમિતિ ભૂતકાળમાં જ્યાં સમીક્ષાઓ થઈ ચૂકી છે તેવા ઓક્સફર્ડ અને રોધરહામ જેવા વિસ્તારોમાં કોઈ સકારાત્મક સુધારા થયા છે કે કેમ તેની પણ ચકાસણી કરશે.

શોષણની પીડિતા ફિયોના ગોડાર્ડે જણાવ્યું હતું કે, બ્રેડફોર્ડ લાંબા સમયથી આવી તપાસોમાંથી બચી રહ્યું હતું પરંતુ હવે સમય આવી ગયો છે કે તેની પાછળનું સંપૂર્ણ સત્ય સામે આવે. લંડનના મેયર સાદિક ખાનના પ્રવક્તાએ આ તપાસના કેન્દ્રીકરણને આવકાર્યું છે અને દરેક પીડિત માટે ન્યાયની માંગ કરી છે.

બેરોનેસ લોંગફિલ્ડે આશા વ્યક્ત કરી છે કે આ તપાસ એટલી નિર્ણાયક સાબિત થશે કે ભવિષ્યમાં આવી ગેંગ્સ માટે અન્ય કોઈ તપાસ સમિતિની જરૂર જ નહીં પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter