ગ્રૂમિંગ ગેંગના વધુ 3 નરાધમને કેદની આકરી સજા

બે આરોપી દેશ છોડીને નાસી ગયા

Tuesday 21st January 2025 09:37 EST
 

લંડનઃ બ્રાડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા ગ્રૂમિંગ ગેંગમાં સામેલ 3 નરાધમોને બળાત્કારના આરોપસર કેદ ફટકારવામાં આવી છે. અદાલતે 47 વર્ષીય ઇબરાર હુસેનને સાડા 6 વર્ષ, 62 વર્ષીય ઇમ્તિયાઝ એહમદને 9 વર્ષ અને 45 વર્ષીય ફયાઝ એહમદને સાડા 7 વર્ષ કેદ ફટકારી હતી. તેમના પર 1990ના દાયકામાં વેસ્ટ યોર્કશાયરના કીઘલીમાં 13 વર્ષની સગીરા પર બળાત્કારનો આરોપ હતો. કોર્ટની સુનાવણીમાં ફક્ત ઇબરાર હુસેન હાજર રહ્યો હતો જ્યારે એહમદ બંધુઓ દેશ છોડીને નાસી ગયા હોવાનું મનાય છે.

આ ગ્રૂમિંગ ગેંગના અન્ય 8 નરાધમોને અદાલતે બે સગીરાઓ પર બળાત્કારના આરોપસર અગાઉ જેલભેગા કરી દીધાં છે. આજે 40ની વય પાર કરી ગયેલી એક પીડિતાએ જણાવ્યું હતું કે, જો મારી વિતકકથા પહેલા સાંભળવામાં આવી હોત તો મારું જીવન કંઇક અલગ જ હોત. મને થયેલું નુકસાન કોઇ ભરપાઇ કરી શકે તેમ નથી. તેમના કારણે હું મારી ઓળખ જ ગુમાવી ચૂકી છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter