ગ્રેસ કુમાર સહિત 3ના હત્યારા વાલ્દોની સજાની સમીક્ષા કરાશે

વાલ્દોને બીમારીના બહાને હોસ્પિટલ ઓર્ડરની સજા અપાઇ હતી

Tuesday 20th February 2024 12:28 EST
 
 

લંડનઃ ભારતીય મૂળની ગ્રેસ કુમાર સહિત 3 વ્યક્તિની હત્યા કરનાર હત્યારા વાલ્દો કેલોકેનની હોસ્પિટલ ઓર્ડરની સજાની ન્યાયાધીશો દ્વારા સમીક્ષા કરાશે. જૂન 2023માં વાલ્દોએ ગ્રેસ ઓમાલે કુમાર, બાર્નાબી વેબર અને ઇયાન કોટ્સની નોટ્ટિંગહામ ખાતે હત્યા કરી હતી. વાલ્દો પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાનું માલૂમ પડતાં તેને હોસ્પિટલ ઓર્ડરની સજા અપાઇ હતી. હવે આ મામલે કોર્ટ ઓફ અપીલમાં વાલ્દોની સજાની સમીક્ષા કરાશે.

વાલ્દોને આજીવન હોસ્પિટલ ઓર્ડરની સજા કરાતાં પીડિતોના પરિવારમાં ઘણી નારાજગી પ્રવર્તી રહી હતી. પીડિત પરિવારોએ જણાવ્યું છે કે એટર્ની જનરલે સ્વીકાર્યું છે કે વાલ્દોને કરાયેલી સજા ખોટી છે. એટર્ની જનરલ વિક્ટોરિયા પ્રેન્ટિસે જણાવ્યું હતું કે, આ કેસના ચુકાદાએ સમગ્ર દેશને આઘાત પમાડ્યો હતો. મને અનરૂલી લિનિયન્ટ સેન્ટેન્સ સ્કીમ અંતર્ગત સંખ્યાબંધ રેફરલ પ્રાપ્ત થાય છે તેથી કોઇ આશ્ચર્યની વાત નથી. આ કેસમાં વિગતવાર કાયદાકીય સલાહ પ્રાપ્ત કર્યા બાદ લાગી રહ્યું છે કે વાલ્દોને કરાયેલી સજા ઓછી અને ખોટી છે. તેથી હવે આ મામલો કોર્ટ ઓફ અપીલમાં મોકલાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter