ગ્લાસગો કોમનવેલ્થઃ 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે ભારત ચોથા ક્રમે

ટીમ ઇન્ડિયાએ સૌથી વધુ બોક્સિંગમાં 7 ગોલ્ડ સાથે 10 અને એથ્લેટિક્સમાં 3 ગોલ્ડ સાથે 16 મેડલ હાંસલ કર્યાં, જુડોમાં ઇતિહાસ રચી પ્રથમવાર બે ગોલ્ડમેડલ પર કબજો

Tuesday 04th August 2026 12:33 EDT
 
 

લંડનઃ ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને નવ બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ જીતી લેતા ભારતે મેડલ ટેબલમાં ચોથા ક્રમે રહીને સમાપન કર્યું હતું. ગ્લાસગોમાં ભારતે કુલ 10 રમતોમાં ખેલાડીઓને ઉતાર્યા હતા અને પાંચ રમતોમાં મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ગ્લાસગો ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ 70 ગોલ્ડ, 45 સિલ્વર અને 56 બ્રોન્ઝ સાથે કુલ 171 મેડલ જીતી ટોચ પર રહી હતી. જ્યારે ઇંગ્લેન્ડ 29 ગોલ્ડ, 45 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે બીજા ક્રમે અને કેનેડાની ટીમ 19 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 62 મેડલ જીતી ત્રીજા સ્થાને રહી હતી. છેલ્લે 2022માં રમાયેલી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતની ટીમ મેડલ ટેબલમાં ચોથા સ્થાને જ રહી હતી.

ભારતને ગ્લાસગો ગેમ્સમાં બોક્સિંગ અને એથ્લટિક્સમાં સૌથી વધુ મેડલ મળ્યા હતા. બોક્સિંગમાં ભારતે 14 ખેલાડી ઉતાર્યા હતા જેમાંથી 7 ખેલાડી ગોલ્ડ, 3 ખેલાડી સિલ્વર એમ કુલ 10 મેડલ જીત્યા હતા. એથ્લેટિક્સમાં ભારતે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે કુલ 16 મેડલ હાંસલ કર્યાં હતાં.

ભારતના જુડોકાએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ઇતિહાસ રચતાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. અગાઉ ક્યારેય ભારતીય ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં જુડોની રમતમાં ગોલ્ડ મેડલ જીતી શકી નહોતી. અસ્મિતા ડે અને હર્ષ સિંઘે ઇતિહાસ રચી આ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.

ગ્લાસગો ગેમ્સમાં ભારતે કુલ 10 રમતમાં ખેલાડી ઉતાર્યા હતા જો કે પાંચ રમતમાં ભારતીય ખેલાડીઓ એકપણ મેડલ જીતી શક્યા નહોતા. થ્રી ઓન થ્રી વ્હીલચેર બાસ્કેટબોલ, જિમનાસ્ટિક્સ, સ્વિમિંગ, બોલ્સ અને ટ્રક સાઇકલિંગમાં ભારતીય ખેલાડીઓને નિરાશા હાંસલ થઇ હતી.

ભારતના મેડલ વિજેતા

ગોલ્ડ મેડલ (13)

વેઈટલિફ્ટિંગઃ મીરાબાઈ ચાનુ (48 કિગ્રા), જુડો : અસ્મિતા ડે (48 કિગ્રા) અને હર્ષે સિંઘ (60 કિગ્રા) બોક્સિંગ: પ્રીતિ પવાર (54 કિગ્રા), જૈસ્મીન લામ્બોરિયા (57 કિગ્રા), સાક્ષી ચૌધરી (51 કિગ્રા), પ્રિયા ઘંઘાસ (60 કિગ્રા), અરુંધતી ચૌધરી (70 કિગ્રા), સચિન સિવાચ (60 કિગ્રા), અંકુશ પંઘાલ (80 કિગ્રા) પેરા એથ્લેટિક્સઃ શર્મિલા ધનખડ (એફ57 ગોળા ફેંક), દિલીપ ગાવિત (ટી-47 100 મીટર), સોમાન રાણા (એફ57 ગોળા ફેંક).
સિલ્વર મેડલ (17)
વેઈટ લિફ્ટિંગ : રિષિકાન્તા સિંઘ (60 કિગ્રા), એમ. રાજા (65 કિગ્રા), જ્ઞાનેશ્વરી યાદવ (53 કિગ્રા), અજયા બાબુ વેલ્લુરી (79 કિગ્રા), હરજીન્દર કૌર (69 કિગ્રા), લવપ્રીત સિંઘ (110+ કિગ્રા) એથ્લેટિક્સ : સર્વેશ કુશારે (ઊંચી કૂદ), ગુલવીર સિંઘ (10,000 મીટર દોડ), મુરલી શ્રીશંકર (લાંબી કૂદ), નીરજ ચોપરા (ભાલા ફેંક), પ્રવીણ ચિત્રાવલ (ટ્રિપલ જમ્પ) બોક્સિંગ: જદુમણી સિંઘ (55 કિગ્રા), લવલીના (75 કિગ્રા), નરેન્દર બેરવાલ (90+ ક્રિગા) પેરા એથ્લેટિક્સ : મોહમ્મદ બાસિલ (ટી47 100 મીટર), શુભમ જુયલ (એફ57 ગોળા ફેંક) જુડો :યામિની મૌર્ય (57 કિગ્રા)

બ્રોન્ઝ મેડલ (09)
પેરા વેઇટલિફ્ટિંગ : ઝંડુ કુમાર (હેવિવેઈટ) વેઈટલિફ્ટિંગઃ બિંદિયા રાની (58 કિગ્રા) પેરાએથ્લેટિક્સઃ શિલ્પા શયાલા (એફ57 ગોળા ફેંક) એથ્લેટિક્સ : સીમા કાલીરામના (ચક્ર ફેંક), તેજસ્વીન શંકર (ડેકાથ્લોન), યશ વીર સિંઘ (ભાલા ફેંક), સેલ્વા પ્રભુ (ટ્રિપલ જમ્પ), ગુલવીર સિંઘ (5,000 મીટર દોડ) જુડોઃ ઉન્નતિ શર્મા (63 કિગ્રા)

મેડલ ટેબલમાં ભારત ચોથા ક્રમે
દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ઓસ્ટ્રેલિયા 70 45 56 171
ઈંગ્લેન્ડ 29 45 36 110
કેનેડા 19 20 23 60
ભારત 13 17 9 39
સ્કોટલેન્ડ 13 9 17 39
ન્યુઝીલેન્ડ 10 14 12 36
નાઈજીરિયા 10 7 7 24
જમૈકા 10 4 5 19
વેલ્સ 9 10 12 31
મલેશિયા 8 3 5 16

ભારતને કઇ રમતમાં કેટલા મેડલ મળ્યાં

રમત – ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ – કુલ

બોક્સિંગ – 07 – 03 – 00 – 10

એથ્લેટિક્સ – 00 – 05 – 05 – 10

પેરા એથ્લે. – 03 – 02 – 01 – 05

જુડો – 02 – 01 – 01 – 04

વેઇટલિફ્ટિંગ – 01 – 06 – 01 – 08

પેરા પાવરલિફ્ટ – 00 – 00 – 01 – 01

કુલ – 13 – 17 – 09 – 39


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter