ગ્લાસગોના રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નક્શા સામે નારાજગી

કોમનવેલ્થમાં ભાગ લેવા આવેલા ભારતીય ખેલાડીઓએ વાંધો ઉઠાવ્યો

Tuesday 04th August 2026 12:34 EDT
 
 

લંડનઃ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગ્લાસગોની એક ભારતીય રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નક્શાને લઇને વિવાદ સર્જાયો હતો. ભારતીય ખેલાડીઓના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન અપાયેલા નેપકિન પર પ્રિન્ટ કરાયેલા ભારતના નક્શામાં પૂર્વોત્તર ભારતના રાજ્યો દર્શાવાયા નહોતાં.

આ અંગે ભારતીય બોક્સર લવલિના બોરગોહે સખ્ત વાંધો ઉઠાવ્યો હતો. આસામની રહેવાસી લવલિનાએ નક્શા સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નક્શામાં અમારું નોર્થ ઇસ્ટ ઇન્ડિયા દર્શાવવામાં આવ્યું નથી.  આ જોઇને અત્યંત દુઃખ થયું છે. ભારતનો દરેક પ્રદેશ મહત્વનો છે અને તેને યોગ્ય રીતે દર્શાવવો જોઇએ. ગ્લાસગોની મિસ્ટર સિંઘ્સ ઇન્ડિયા નામની આ રોસ્ટોરન્ટ શહેરની લોકપ્રિય રેસ્ટોરન્ટ છે.

ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, નેપકિન પર ફક્ત નોર્થ ઇસ્ટ ઇન્ડિયાને બાકાત કરાયું છે તે ઉપરાંત કાશ્મીરનો પણ અધૂરો નક્શો દર્શાવવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટે અધૂરા નક્શા વાળા તમામ નેપકિન હટાવી લેવા જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter