ગ્લોબલ ટેલેન્ટ ટાસ્ક ફોર્સની રચના, વરૂણ ચંદ્રા નેતૃત્વ કરશે

ટેલેન્ટ વિઝા દ્વારા પ્રતિભાશાળી વિદેશી વૈજ્ઞાનિકોને બ્રિટનમાં આકર્ષાશે, 54 મિલિયન પાઉન્ડનું ટેલેન્ટ ફંડ

Tuesday 24th June 2025 11:27 EDT
 
 

લંડનઃ બ્રિટનના ઉચ્ચ આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક ઉદ્યોગોને વેગ આપવા સરકાર ગ્લોબલ ટેલેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરવા જઇ રહી છે. તેમાં વિદેશોમાંથી તેજસ્વી વૈજ્ઞાનિકોને બ્રિટન લાવવામાં આવશે. સરકારની આ યોજનાનું નેતૃત્વ વડાપ્રધાનના બિઝનેસ એડવાઇઝર વરૂણ ચંદ્રા લઇ રહ્યાં છે. આ ટાસ્ક ફોર્સ સાયન્સ અને ટેકનોલોજી સેક્ટરોમાં અગ્રણી વૈજ્ઞાનિકોને બ્રિટનમાં આવીને કામ કરવા પ્રોત્સાહિત કરશે.

અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પ દ્વારા સરકારી વિભાગોના ભંડોળમાં કાપ મૂકાયા બાદ સાંસદો વૈજ્ઞાનિકોને બ્રિટન તરફ આકર્ષવાની માગ કરી રહ્યાં છે. આ માટે 54 મિલિયન પાઉન્ડનું ટેલેન્ટ ફંડ તૈયાર કરાશે જે આગામી પાંચ વર્ષ સુધી રિસર્ચ પ્રોગ્રામોને ફંડિગ કરાશે.

આ ટાસ્ક ફોર્સ સીધું વડાપ્રધાન સ્ટાર્મર અને ચાન્સેલર રેચલ રીવ્ઝને હસ્તક કામ કરશે. તેને ટોપ ટેલેન્ટનો સંપર્ક કરવા અને રિસર્ચર્સ, ઉદ્યોગ સાહસિકો, મૂડીરોકાણકારો અને મેનેજરોને બ્રિટનમાં લાવવાનું કહેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter