ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2026: ટોચના 10માંથી 9 દેશો યુરોપના, યુકે આઠમા સ્થાને

ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2026માં વિશ્વના 200 દેશોમાંથી ભારત 125મા ક્રમે

Tuesday 07th July 2026 10:35 EDT
 
 

લંડનઃ વૈશ્વિક સ્તરે પાસપોર્ટની તાકાત દર્શાવતો વાર્ષિક અહેવાલ ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2026માં ફરી એકવાર યુરોપિયન દેશોનો દબદબો જોવા મળ્યો છે. વિશ્વના સૌથી શક્તિશાળી ટોચના 10 પાસપોર્ટમાંથી 9 પાસપોર્ટ માત્ર યુરોપિયન દેશોના જ છે. યુકેનો પાસપોર્ટ ટોપ ટેનમાં આઠમા સ્થાને રહ્યો છે. પરંપરાગત પાસપોર્ટ રેન્કિંગ કરતાં અલગ આ ઈન્ડેક્સ માત્ર વિઝામુક્ત મુસાફરીને જ નહીં, પરંતુ ગ્લોબલ મોબિલિટી, રોકાણની તકો અને જીવનધોરણની ગુણવત્તા જેવા મહત્વના પાસાઓને આધારે પાસપોર્ટનું વાસ્તવિક મૂલ્ય નક્કી કરે છે. આ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ 200 દેશોમાં 125મા ક્રમે રહ્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં પણ ભારતનો ક્રમ નીચે સરક્યો છે.  

વિશ્વના ટોચના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ

  1. સ્વીડન
  2. સ્વિટ્ઝર્લેન્ડ
  3. ફિનલેન્ડ
  4. જર્મની
  5. નેધરલેન્ડ્સ અને ડેનમાર્ક (સંયુક્ત)
  6. આયર્લેન્ડ
  7. યુનાઇટેડ કિંગડમ
  8. નોર્વે
  9. સિંગાપોર

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter