ઘરઆંગણાના યુવાન ઉદ્દામવાદીઓથી બ્રિટનમાં ત્રાસવાદનું ગંભીર જોખમ

રુપાંજના દત્તા Wednesday 28th July 2021 07:06 EDT
 
 

લંડનઃ  મેટ પોલીસના કેસિડ્રા ડિકે લોકડાઉન ઉઠાવી લેવાયું છે ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિજય સાથે યુકેની શેરીઓમાં ઘરઆંગણે જ વિકસેલા ત્રાસવાદનું જોખમ વધી શકે છે તેમ જણાવવા સાથે પોલીસ કેવી રીતે ઉગ્રવાદનો સામનો કરવાની યોજના ધરાવે છે તેના વિશે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વાત કરી હતી. તેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિજયની સંભાવનાથી ઘરઆંગણે ઉગ્રવાદીઓ દ્વારા યુકેમાં વધી રહેલા ત્રાસવાદના જોખમ અને પોલીસ તેનો સામનો કરવા શું કરી રહી છે તેના વિશે વિગતવાર જણાવ્યું હતું. 

મેટ્રોપોલીટન પોલીસની નિષ્ફળ ભૂમિકા બાબતે વિવાદો થઈ રહ્યા છે ત્યારે સંયમશીલ પોલીસ કમિશનર ડેમ ક્રેસિડા ડિકે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વિશેષ મુલાકાતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ‘ટીકાઓ પરત્વે ખુલ્લાં મનના અને સતત સુધારા માટે પ્રયત્નશીલ’ છે. ફોરેન પ્રેસ એસોસિયેશન મારફત આયોજિત ઈન્ટરવ્યૂમાં કમિશનર ડિકે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિજયની સંભાવનાથી ઘરઆંગણે ઉગ્રવાદીઓ દ્વારા યુકેમાં વધી રહેલા ત્રાસવાદના જોખમ અને પોલીસ તેનો સામનો કરવા શું કરી રહી છે તેના વિશે વિગતવાર જણાવ્યું હતું. ઈસ્લામિક સ્ટેટ સંગઠનનું ૨૦૧૯માં પતન થયું તે પહેલા પશ્ચિમી દેશોમાંથી કેટલા લોકો અને ખાસ કરીને યુવાનો તેના માટે લડવા સીરિયા અને ઈરાક જવા રવાના થયા તેની તમામ નોંધ છે. ઘણા બ્રિટિશરોનું સોસિયલ મીડિયા મારફત બ્રેઈનવોશિંગ થયું હતુ અને હવે તાલિબાન મુદ્દે પણ આવો જ ડર જણાય છે.

Isis બ્રાઈડ શમીમા બેગમ તેનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે તેજસ્વી છતાં અસુરક્ષિત એશિયન યુવતી ૧૫ વર્ષની કુમળી વયે ખિલાફત સાથે જોડાવા યુકે છોડી ગઈ હતી. આજે તે ૨૧ વર્ષની છે અને જે દેશને તેણે તરછોડ્યો હતો તે યુકેમાં પાછાં ફરવા દેવા માટે હોમ ઓફિસને વિનંતીઓ કરી રહી છે.

વર્તમાન તબક્કે ત્રાસવાદની ધમકીઓ વધી રહી છે તેના વિશે બોલતાં ડેમ ડિકે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘આવી ધમકી હંમેશાં કાઉન્ટરટેરરિઝમમાં બદલાય છે. અમે એક અથવા બીજા પ્રકારના ત્રાસવાદનો સામનો કરતા જ આવ્યા છીએ અને તેમ કરતા રહીશું. આથી અમે કોઈ પણ રીતે આંતરરાષ્ટ્રીય કામકાજ ઘટાડવાના નથી અને દરિયાપારના વિશ્વાસપાત્ર સાથીઓ સાથે કામ કરવાની ક્ષમતા વધારતાં રહીશું. અમે સ્થાનિક સેવાઓ સાથે મળીને અને સહકારથી કામ કરવાનું સુધારી રહ્યાં છીએ. ઉદાહરણ આપીએ તો, ઘણા યુવા લોકો ત્રાસવાદ સાથે સંકળાતા રહ્યા છે. આનો અર્ત એ છે કે આપણી પેમિલી કોર્ટ્સે ઉદ્દામવાદીકરણ-રેડિકલાઈઝેશન વિશે સમજવું પડશે. અમારા ઓફિસરોએ બાળકોની સ્તાનિક સેવાઓ સાથે મળીને કામ કરવું પડશે અને સોશિયલ સર્વિસીસ બાળકોની રક્ષા માટે સજ્જ બનવી જોઈએ. આનો અર્થ એ પણ છે કે આપણે શાળાઓમાં જાગૃતિ વધારવી પડશે તેમજ ઈન્ટેલિજન્સ અને સરકારી સહયોગીઓની સાથે અમારા કાઉન્ટરટેરરિઝમ ઓપરેશન્સ સેન્ટર મારફત સ્થાનિક પબ્લિક સર્વિસીસ સાથે કામ કરવાનું રહેશે.’

કમિશનર ડિકે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે,‘સાઉથ લંડનના પેકહામમાં મારા ઓફિસર્સને કદાચ શાળાના કોઈ સંપર્ક અથવા પરિવારના સભ્ય પાસેથી નાનીસરખી માહિતી મળે અને તે માહિતી મેટ્રોપોલીટન પોલીસ મારફત એજન્સીઓ પાસે જાય અને ત્યાંતી કદાચ પાકિસ્તાન થવા પેશાવર પણ પહોંચે અથવા આનાથી ઉલટું પણ થઈ શકે છે. અમે આ બાબતે સાવધાન રહીએ છીએ પરંતુ, વધુ અને વધુ સતર્ક રહેવા પ્રયાસ કરતા રહીએ છીએ.’

કમિશનરે સમજાવ્યું હતું કે ‘૨૦૧૭થી મેટ પોલીસે ૨૯ જીવલેણ હુમલા અટકાવ્યા છે જેમાંથી ૧૮ હુમલામાં તો તથાકથિત ઈસ્લામી પ્રેરણા હતી અને ૧૦ હુમલા અતિ કટ્ટર જમણેરી પ્રેરણાના હતા. હાલ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ. ઈન્ટેલિજન્સ એજન્સીઓ ૮૦૦થી વધુ ઉચ્ચસ્તરીય તપાસમાં કાર્યરત છે અને તેમાં અતિ કટ્ટર જમણેરી ત્રાસવાદ કહેવાય તેનું પ્રમાણ વધી રહ્યું છે.’ ઈન્ડિપેન્ડન્ટ જોઈન્ટ ટેરરિઝમ એસેસમેન્ટ સેન્ટરની જણાવ્યા મુજબ દેશમાં ઉદ્દામવાદી હુમલાની આજે પણ શક્યતા છે. માર્ચ ૨૦૨૧ સુદીના વર્ષમાં પોલીસે ત્રાસવાદ સંદર્ભે આશરે ૧૬૬ ધરપકડ કરી હતી જે ગત વર્ષ કરતાં ૩૩ ટકા ઓછી હતી અને ૨૦૧૧ પછી વાર્ષિક સ્તરે સૌથી ઓછી હતી જેનું કારણ મહામારીના ગાળામાં દેશો વચ્ચે પ્રવાસ મર્યાદિત બની જવાનું હતું.

MI5ના ડાયરેક્ટર જનરલ કેન મેક્કલુમે રિપોર્ટમાં જમાવ્યા અનુસાર બ્રિટનમાં મોટા ભાગે ૧૩ વર્ષ જેટલા નાના બાળકોને ઉદ્દામવાદમાં ઓનલાઈન ઘસડી જવાય છે. કેટલીક ભરતી જાતિ આધારિત હોય છે અને મોટા ભાગે આંતરરાષ્ટ્રીય અપરાધીઓની મદદ વિના જ થાય છે. MI5એ 9/11ની ઘટના પછી ઈસ્લામવાદ સંબંધિત ત્રાસવાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક સમયે તાલિબાને પાકિસ્તાનને પણ અસ્થિર બનાવવા ધમકી આપી હતી. સૌથી જાણીતા અને આંતરરાષ્ટ્રીય રીતે વખોડાયેલા હુમલામાં એક ૨૦૧૨ના હુમલામાં પાકિસ્તાની સ્વાટ વેલીમાં પરીક્ષા આપી ઘેર જઈ રહેલી હાલ કર્મશીલ મલાલા યુસુફઝાઈ પર ગોળીબાર કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter