ઘરઆંગણે બેરોજગારીના કારણે ભારતીય વિદ્યાર્થીઓનો વિદેશ તરફ ધસારો

Tuesday 30th May 2023 11:35 EDT
 
 

લંડનઃ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ કરવા અને નોકરી મેળવી સ્થાયી થવાની મહત્વાકાંક્ષાઓ ચરમ પર પહોંચી છે. 140 કરોડની વસતી ધરાવતા ભારતમાં સારી યુનિવર્સિટીઓ નથી એવું નથી પરંતુ તેમાં પ્રવેશ મેળવવો અત્યંત અઘરો બની રહે છે. તે ઉપરાંત ભારતમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીને નોકરી મેળવવામાં અત્યંત સંઘર્ષ કરવો પડે છે. ભારત ભલે વિશ્વનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર બની ગયો હોય પરંતુ બેરોજગારીનો દર 8 ટકાપર પહોંચી ગયો છે. તેમાં પણ સ્નાતકોનો બેરોજગારી દર 18 ટકા છે. 2022માં 7,70,000 ભારતીય વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશ પહોંચ્યા હતા અને આ આંકડો પ્રતિ વર્ષ 10 ટકાના દરે વધી રહ્યો છે. 2022માં 1,40,000 વિદ્યાર્થી અભ્યાસ માટે યુકે પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter