ઘરેલું હિંસામાં હત્યા કરનારાઓની જેલની સજામાં 10 વર્ષનો વધારો કરવા પ્રસ્તાવ

Tuesday 30th June 2026 11:08 EDT
 

લંડનઃ મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને અટકાવવાના ભાગરૂપે સજાના કાયદાઓને વધુ કડક બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત જે વ્યક્તિ ઘરમાં જ પોતાના પાર્ટનર કે ભૂતપૂર્વ પાર્ટનરની છરી અથવા અન્ય કોઈ હથિયાર વડે હત્યા કરશે તેને વધારાની 10 વર્ષની જેલની સજા ભોગવવી પડી શકે છે. હત્યાના કેસમાં લઘુત્તમ 25 વર્ષની સજા કરાય છે જ્યારે ઘરેલુ હિંસાના આ પ્રકારના અપરાધમાં 15 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ લાગુ પડતી હતી.

મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે જણાવ્યું છે કે, તેઓ સજાના ગાળામાં રહેલા આ 10 વર્ષના તફાવતને નાબૂદ કરવા માગે છે, જેથી ઘરેલું હિંસામાં હત્યા કરનારા ગુનેગારોને વધુ કડક સજા આપી શકાય. નોંધનીય છે કે કુલ હત્યાના કેસોમાંથી 20 ટકાથી વધુ કિસ્સાઓ ઘરેલું હિંસાના હોય છે, અને તેમાં ભોગ બનનાર મોટે ભાગે મહિલાઓ હોય છે. કાયદામાં આ ફેરફાર સેન્ટેન્સિંગ કાઉન્સિલ સાથેની ચર્ચા-વિચારણાને આધીન રહેશે અને તેને વહેલી તકે અમલમાં મૂકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter