ચંદ્રયાન ટુની ટીમના સભ્ય દેબનાથે યુકેની સૌથી અઘરી ક્વીઝમાં વિજય મેળવ્યો

ઇમ્પિરિયલ કોલેજ લંડનની ટીમ પાંચમી વાર ક્વીઝમાં વિજેતા

Tuesday 16th April 2024 10:17 EDT
 
 

લંડનઃ યુકેમાં સૌથી અઘરી ક્વીઝ ટુર્નામેન્ટ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ઓફ યુનિવર્સિટી ચેલેન્જમાં ઇમ્પિરિયલ કોલેજ લંડનની ક્વીઝ ટીમ વિજેતા બની છે. આ ટીમમાં કોલકાતાનો કોમ્પ્યુટેશનલ સાયન્સ ગ્રેજ્યુએટ સૌરાજિત દેબનાથ પણ સામેલ હતો. 31 વર્ષીય દેબનાથે ઇમ્પિરિયલ ક્વીઝ સોસાયટી દ્વારા પૂછાયેલા પડકારજનક સવાલોના જવાબઆપીને પોતાની ટીમને પ્રભાવિત કરનારા માર્જિનથી વિજય અપાવ્યો હતો. બીબીસી પર આ ક્વીઝની ફાઇનલું સોમવારે રાત્રે પ્રસારણ કરાયું હતું. ઇમ્પિરિયલ કોલેજ આ ક્વીઝમાં પાંચમીવાર વિજેતા બની છે. છેલ્લે કોલેજે 2022માં આ ક્વીઝ જીતી હતી.

દેબનાથે જણાવ્યું હતું કે, બ્રિટિશ ક્વીઝિંગ હિસ્ટ્રીનો હિસ્સો બનવાનું મને ગૌરવ છે. અમારી ટીમને આ ટાઇટલ જીતવાની તક પ્રાપ્ત થઇ તે માટે હું આભારી છું. બીબીસી પર આ ક્વીઝનું સંચાલન કરતા અમોલ રાજને ઇમ્પિરિયલ કોલેજના વિજયને નોંધપાત્ર ગણાવ્યો હતો.

દેબનાથે ઇમ્પિરિયલ કોલેજમાંથી ઇજનેરીનો અભ્યાસ કર્યો છે અને ભારતમાં તે ઇસરો માટે સ્પેસ ક્રાફ્ટનું નિર્માણ કરતા યુ આર રાવ સ્પેસ સેન્ટર ખાતે સ્પેસ સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂક્યા છે. દેબનાથે ભારતના ચંદ્રયાન ટુ મિશનમાં પણ યોગદાન આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter