ચર્ચમાં હવે કોન્ટેક્ટલેસ કલેક્શન માટે ગેજેટ !

Friday 19th July 2019 02:59 EDT
 
 

લંડનઃ આપ ચર્ચમાં ગયા હો અને દાન આપવા માટે કલેક્શન પ્લેટ ફરતી ફરતી આપની પાસે આવે ત્યારે તમે ગજવા ફંફોસો અને કહો કે રોકડ નથી. જોકે, નવી ટેક્નોલોજીના પ્રતાપે આવું બહાનું હવે નહિ ચાલે. દાન આપવા કોન્ટેક્ટલેસ વ્યવસ્થા કરવામાં આવી છે.

તાજેતરમાં કેન્ટરબરી અને યોર્કના આર્ચબિશપે સ્ટાફ સાથે પરંપરાગત કલેક્શન પ્લેટ જેવી લાગતી પ્લેટ ઉપસ્થિત લોકો સમક્ષ ફરતી કરી હતી. પરંતુ, તે દરેકમાં કોન્ટેક્ટલેસ કાર્ડ ટર્મિનલ લગાવેલું હતું. તેના પર શ્રદ્ધાળુઓ પોતાનું બેંક કાર્ડ ટેપ કરી શકે અને પાંચ પાઉન્ડના ગુણાંકમાં દાન આપી શકે તેવી વ્યવસ્થા હતી. ચર્ચમાં આ પ્રકારના ગેજેટનો ઉપયોગ થયો હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું. આ ગેજેટ ગુડબોક્સ દ્વારા બનાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter