ચર્ચમાંથી હજારો પાઉન્ડની ચાંદીની વસ્તુઓની ચોરી, હિન્દુ મંદિરો સાવધ રહે

Tuesday 13th August 2024 11:47 EDT
 

લંડનઃ ડોરસેટના 1300 વર્ષ જૂના ચર્ચમાંથી હજારો પાઉન્ડ મૂલ્યની ચાંદીની ચીજવસ્તુઓની ચોરી થઇ છે.  આ સમાચાર હિન્દુ મંદિરો માટે પણ સાવચેતીનો સૂર ઉચ્ચારી રહ્યાં છે. મંગળવારે મધરાત બાદ ત્રાટકેલા ચોર શેરબોર્ન એબીનું સેક્સોન યુગનું લાકડાનું બારણું તોડીને અંદર પ્રવેશ્યા હતા તેથી બારણાને ભારે નુકસાન થયું હતું. તેઓ ચર્ચમાંથી પ્રોસેશનલ ક્રોસ સહિત કેટલીક રોકડ પણ ચોરી ગયાં હતાં. બ્રિટનના હિન્દુ મંદિરોમાં પણ ભારે માત્રામાં સોના-ચાંદીની ચીજવસ્તુઓ હોય છે તેથી તેમણે પણ સાવધ રહેવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter