લંડનઃ હવે પછી બ્રિટનની ચલણી નોટો પર વિન્સ્ટન ચર્ચિલ અને જેન ઓસ્ટિન જોવા નહીં મળે. તેમના બદલે બ્રિટનની વાઇલ્ડ લાઇફ સ્થાન અપાશે. હાલ 5 પાઉન્ડની ચલણી નોટ પર વિન્સ્ટન ચર્ચિલની અને 10 પાઉન્ડની નોટ પર જેન ઓસ્ટિનની તસવીરો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, આ મુદ્દે જનમત લેવામાં આવ્યો હતો અને જનતાએ ચલણી નોટો પર કુદરતને સ્થાન આપવાને પ્રાથમિકતા આપી હતી.

