ચાઇલ્ડ કેરમાં જોડાનારાને 1000 પાઉન્ડનો રોકડ લાભ આપવા સરકારની જાહેરાત

સેક્ટરમાં હજારો નર્સરી વર્કર્સ અને ચાઇલ્ડ માઇન્ડર્સની જરૂરીયાત

Tuesday 06th February 2024 10:56 EST
 
 

લંડનઃ ચાઇલ્ડ કેર સેક્ટરમાં વધુ સ્ટાફની નિયુક્તિ માટેની સરકારની યોજના અંતર્ગત ઇંગ્લેન્ડમાં ચાઇલ્ડ કેર વર્કર્સની પ્રોફાઇલ વિસ્તારવા અભિયાન ચલાવવામાં આવશે અને નવા ચાઇલ્ડ કેર વર્કર્સને 1000 પાઉન્ડનો રોકડ લાભ પણ અપાશે. સરકારી સહાય સાથેના કલાકોના વિસ્તરણની સાથે જ હજારો નર્સરી વર્કર્સ અને ચાઇલ્ડ માઇન્ડર્સની જરૂરીયાત ઊભી થઇ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના જણાવ્યા અનુસાર એપ્રિલથી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે બે વર્ષથી નાના બાળકોના 1 લાખ કરતાં વધુ વાલીઓએ નોંધણી કરાવી છે.

સપ્ટેમ્બર 2025 સુધી નોકરીયાત વાલીઓના તમામ પ્રિસ્કૂલ બાળકોને ટર્મ ટાઇમ દરમિયાન 30 કલાકની ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે. ચાઇલ્ડ કેર પ્રોવાઇડર્સની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે તેવા સમયે જ સરકાર દ્વારા આ ઓફર જારી કરાઇ છે. થિન્ક ટેન્ક નેસ્ટાના એક અંદાજ પ્રમાણે ચાઇલ્ડ કેર સેક્ટરમાં વધી રહેલી માગને જોતાં 27,500 પ્રોફેશનલ્સની જરૂરીતા ઊભી થશે. જે હાલમાં કાર્યરત સ્ટાફના 8 ટકા જેટલી છે.

સરકારે આ અભિયાનની 20 લોકલ ઓથોરિટીમાં ટ્રાયલ કરી છે જેના કારણે 3000 નવા કર્મચારીઓ મેળવવામાં સફળતા હાંસલ થઇ છે. અભિયાનમાં ચાઇલ્ડ કેર પ્રોફેશનલ્સની કામગીરીના મહત્વનો પ્રચાર કરવાની સાથે 1000 પાઉન્ડનો કરમુક્ત રોકડ લાભ પણ આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter