લંડનઃ ચાન્સેલર રેચલ રીવ્ઝે બ્રિટનની સંરક્ષણ ક્ષમતા માટે સરકારી તિજોરી ખુલ્લી મૂકવાની જાહેરાત કરી છે. તેમણે યુક્રેનને લશ્કરી સહાય માટે પણ મલ્ટી બિલિયન પાઉન્ડના ફંડિંગ પેકેજની ઘોષણા કરી છે.
રીવ્ઝે જણાવ્યું હતું કે, તેઓ 27.8 બિલિયન પાઉન્ડના નેશનલ વેલ્થ ફંડની શરતો બદલશે જેથી તેનો ઉપયોગ સંરક્ષણ હેતૂઓ માટે કરી શકાય. અગાઉ આ ફંડનો ઉપયોગ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો માટે જ કરી શકાતો હતો. તે ઉપરાંત ચાન્સેલર અને યુક્રેનના ફાઇનાન્સ મિનિસ્ટર વચ્ચે એક લોન એગ્રિમેન્ટ કરાયું છે જે અંતર્ગત પહેલીવાર બ્રિટનમાં જપ્ત કરાયેલી રશિયન સંપત્તિમાંથી ઉપજેલા નાણાનો ઉપયોગ લશ્કરી હેતૂઓ માટે કરાશે.
રીવ્ઝે જણાવ્યું હતું કે, યુકેને સુરક્ષિત રાખવા યુક્રેનનું સુરક્ષિત હોવું આવશ્યક છે. આ ફંડિંગથી યુક્રેનના સશસ્ત્રદળોને સહાય મળશે અને તેઓ યુદ્ધના મહત્વના પડાવ પર મજબૂત સ્થિતિ હાંસલ કરી શકશે.