ચાન્સેલર હન્ટની ઓફિસમાં તોડફોડ

Tuesday 12th March 2024 05:40 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટ રજૂ કર્યાની પૂર્વસંધ્યાએ તેમની સરેમાં હિન્ડહીડસ્થિત મતક્ષેત્ર ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. ઓફિસના કાચ પર ‘ડાઈ ટોરી સ્કમ’નું લખાણ લખવામાં આવ્યું હતું. ફ્રન્ટ ડોર અને બે બારીઓ પર લખાયેલા લખાણો બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગત ચોથી માર્ચ સોમવારે રાત્રે આ લખાણો લખાયાની શંકા છે. સાઉથ વેસ્ટ સરે ના સાંસદ અને ચાન્સેલર હન્ટે જણાવ્યું હતું કે તેઓ તેમની ઓફિસ પરના હુમલાથી ગભરાઈ નહિ જાય. સાંસદોની સલામતી અનેો સુરક્ષા વ્યવસ્થા બાબતે સર્જાયેલી ચિંતા મધ્યે આ ઘટના આવી છે. હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકર હોયલેએ પણ રાજકારણીઓ સામે વધતી ધમકીઓ વિશે ચિંતા દર્સાવતી ચેતવણી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter