લંડનઃ ચાન્સેલર હિલી એન્ડી બર્નહામની લેબર સરકારનું પ્રથમ બજેટ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યા છે. ચાન્સેલર હિલી 28 ઓક્ટોબર, બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં કેવું સ્ટેટમેન્ટ આપશે તેના પર સહુની નજર છે. ચાન્સેલરે પબ્લિકને કડક બજેટ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે ત્યારે કેટલાક વિશ્લેષકો ટેક્સમાં વધારો થવાની શક્યતા નિહાળી રહ્યા છે. તેમના કેબિનેટ સાથીઓ પોતાના વિભાગો માટે વધુ ખર્ચાની ફાળવણીની આશા રાખી રહ્યા છે.
બજેટવિષયક અટકળો અને શક્યતાઓ નીચે મુજબ જોવાઈ રહી છેઃ
બિઝનેસ રેટમાં કાપઃ સન્ડે ટાઈમ્સના જણાવ્યા મુજબ ચાન્સેલર હિલી નાની કંપનીઓ બિઝનેસ રેટ્સ ચૂકવવાની શરૂઆત કરે છે તે 12000 પાઉન્ડથી વધારી 18,000 પાઉન્ડ કરવાની જાહેરાત કરી શકે છે. આ પગલાંનો અર્થ એવો છે કે હજારો હાઈ સ્ટ્રીટ શોપ્સ, કાફેઝ, પબ્સ અને અન્ય નાના બિઝનેસીસે હવે બિઝનેસ રેટ્સ ચૂકવવાની જરૂર નહિ રહે.
ઓનલાઈન માર્કેટપ્લેસ ટેક્સઃ ધ ટાઈમ્સના જણાવ્યા અનુસાર એમેઝોન અને ઈબે જેવા ઓનલાઈન માર્કેટપ્લેસીસ તેમના પ્લેટફોર્મ પરના રિટેઈલર્સ કે જેમનું વાર્ષિક ટર્નઓવર90,000 પાઉન્ડથી વધારે હોય તેમની પાસેથી એટ સોર્સ ટેક્સ VATમેળવવા જવાબદાર ગણાશે. આ રિટેઈલર્સ ક્યાં હોય તેને ધ્યાને નહિ લેવાય. આ પગલાથી ટ્રેઝરીને 1 બિલિયન પાઉન્ડ જેટલી આવક થશે જે હાઈ સ્ટ્રીટ શોપ્સના બિઝનેસ રેટ્સના કાપને સરભર કરશે.
એનર્જી બિલ્સઃ પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામે ઈલેક્ટ્રિસિટી બિલ્સ પરના માં કાપ મૂક્યો જ છે અને ચાન્સેલર હિલીએ બજેટમાં વધુ રાહત આપવાનો સંકેત આપતા કહ્યું છે કે એનર્જી કોસ્ટ્સ બધાને તકલીફ આપે છે. લોકોને તોડો રાહતનો શ્વાસ મળે તે માટે બિઝનેસીસ અને પરિવારો માટે બજેટમાં શક્ય હોય તે કરીશું. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર ચાન્સેલર વર્તમાન વાર્મ હોમ ડિસ્કાઉન્ટને વિસ્તારી શકે છે. હાલ વાર્ષિક 150 પાઉન્ડનું રિબેટ મેળવતા પરિવારોને વધુ 100 પાઉન્ડની રાહત વિચારાઈ રહી છે.
બેન્ક ટેક્સઃ એવી અટકળો થઈ રહી છે કે ચાન્સેલર બજેટમાં બેન્કોને નિશાન બનાવશે. પૂર્વ ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા બેન્ક સરચાર્જમાં અપાયેલી રાહત પાછી ખેંચવાની પણ ચર્ચા છે. આ પગલાથી વાર્ષિક 2 બિલિયન પાઉન્ડથી વધુ આવક થશે.
મેન્શન ટેક્સઃ બજેટમાં ગયા વર્ષે રાચેલ રીવ્ઝ દ્વારા જાહેર કરાયેલાં હાઈ વેલ્યુ કાઉન્સિલ ટેક્સ સરચાર્જ અથવા મેન્શન ટેક્સ બાબતે પણ જોરદાર ફેરફારની અટકળો ચાલી રહી છે. 2 મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યની પ્રોપર્ટીઝના માલિકો 7500 પાઉન્ડ સુધીનો નિયમિત વાર્ષિક ચાર્જ એપ્રિલ 2028થી ચૂકવવાનું શરૂ કરી શકે છે. ધ ટાઈમ્સના અહેવાલ મુજબ ચાન્સેલર તેની મર્યાદા 1.5 મિલિયન પાઉન્ડ સુધી રાખવા વિચારે છે જેનાથી લંડનમાં જ આશરે 62,000 મકાનમાલિકો નવી ટેક્સ જાળમાં આવી જશે. જોકે, આ પગલાંને ચાન્સેલરે નકારી કાઢ્યું હોવાનો પણ દાવો કરાયો છે.
કેપિટલ ગેઈન્સ ટેક્સઃ સીનિયર લેબર સાંસદોએ કેપિ્ટલ ગેઈન્સ ટેક્સ (CGT)ને ઈન્કમ ચેક્સના સ્તર સુધી વધારવા કરેલી હાકલને ચાન્સેલરે ફગાવી દીધી હોવાના અહેવાલો વચ્ચે CGTમાં નાનો સરખો વધારો થઈ શકે છે.
ફ્યૂલ ડ્યૂટીઃ રાચેલ રીવ્ઝે જાન્યુઆરીમાં પ્રતિ લિટર 3 પેન્સ અને માર્ચમાં પ્રતિ લિટર 2 પેન્સ ફ્યૂલ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી. જોકે, ઈરાન સાથે અમેરિકાના યુદ્ધના પગલે ઓઈલ કિંમતો આસમાને પહોંચી છે ત્યારે ચાન્સેલર હિલી લાખો વાહનચાલકોને રાહત આપવા ડ્યૂટી ફ્રીઝ કરી શકે તેમ ધ ટાઈમ્સ સહિતના અખબારોએ જણાવ્યું છે.


