ચાન્સેલર હેમન્ડના ‘લહાણી’ બજેટની ઝલક........

Wednesday 14th November 2018 01:18 EST
 
 

ચાન્સેલર ફિલિપ હેમન્ડે લોકપ્રિય બજેટ જાહેર કરવા સાથે કરકસરના યુગનો અંત લાવી દીધો છે. તેમણે ઈન્કમટેક્સની આવકમર્યાદામાં એક વર્ષ વહેલો ફેરફાર લાગુ કરવા સાથે NHS, શાળાઓ, લશ્કરી દળો સહિતને વધુ ફાળવણી તેમજ મોટી ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ ટેક્સ લાદવાની જાહેરાત કરી છે.

• પર્સનલ એલાવન્સ એપ્રિલ ૨૦૧૯થી વાર્ષિક ૧૨,૫૦૦ પાઉન્ડ થશે, જે પછી ઈન્કમ ટેક્સ ભરવાનો આવશે. આનો અર્થ એ કે બેઝિક રેટના કરદાતાને ૨૦૧૦-૧૧ની સરખામણીએ ૨૦૧૯-૨૦માં ૧,૨૦૫ પાઉન્ડ ઓછો ટેક્સ ભરવાનો થશે.

• એપ્રિલ ૨૦૧૯થી ઈન્કમ ટેક્સનો ૪૦ ટકાનો ઊંચો દર વાર્ષિક ૫૦,૦૦૦ પાઉન્ડની આવક પછી લાગુ કરાશે, જે હાલ ૪૬,૩૫૦ પાઉન્ડ છે. આનો અર્થ એ કે ૨૦૧૫-૧૬ની સરખામણીએ ૨૦૧૯-૨૦માં ઊંચો દર ભરનારા આશરે એક મિલિયન કરદાતા ઘટી જશે.

• નેશનલ લિવિંગ વેજ એપ્રિલ ૨૦૧૯થી ૪.૯ ટકાની વૃદ્ધિ સાથે પ્રતિ કલાક ૮.૨૧ પાઉન્ડ થશે, જેનાથી ૨.૪ મિલિયન વર્કર્સને ફાયદો મળશે અને ફૂલ ટાઈમ વર્કરને વાર્ષિક વેતનમાં ૬૯૦ પાઉન્ડનો વધારો થશે.

• સરકારના મુખ્ય યુનિવર્સલ ક્રેડિટ વેલ્ફેર સુધારાને બચાવવા વધારાનું એક બિલિયન પાઉન્ડ અને વર્ક એલાવન્સીસમાં વધારા માટે ૧.૭ બિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે

• લશ્કરી દળોની ક્ષમતાને નુકસાન થતું અટકાવવા આ વર્ષે અને આગામી વર્ષે એક બિલિયન પાઉન્ડનું ભંડોળ અપાશે. ત્રાસવાદવિરોધી પોલીસ કામગીરી માટે ૧૬૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે

• ઈંગ્લેન્ડની શાળાઓને પ્રતિ પ્રાઈમરી સ્કૂલને સરેરાશ ૧૦,૦૦૦ પાઉન્ડ અને સેકન્ડરી સ્કૂલને સરેરાશ ૫૦,૦૦૦ પાઉન્ડ લેખે કુલ ૪૦૦ મિલિયન પાઉન્ડ ફાળવાશે.

• ૩૦ ટકા રીસાઈકલેબલ સામગ્રી નહિ ધરાવતાં પ્લાસ્ટિક પેકેજિંગ પર નવો ટેક્સ લગાવાશે. ટેક-અવે કોફી કપ્સ પર હાલ ટેક્સ નહિ પરંતુ, ઈન્ડસ્ટ્રી પૂરતી પ્રગતિ નહિ સાધે તો ફેરવિચાર કરાશે. આ ઉપરાંત, દેશનાં પર્યાવરણની રક્ષા માટે વધુ વૃક્ષની વાવણી સંદર્ભે ૬૦ મિલિયન પાઉન્ડ ફાળવાશે

• NHS ના ભંડોળમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૨૦.૫ બિલિયન પાઉન્ડનો વધારો થશે અને આ જ સમયગાળામાં આરોગ્ય સંસ્થા દ્વારા માનસિક આરોગ્ય પાછળના ખર્ચમાં વાર્ષિક બે બિલિયન પાઉન્ડથી વધુની વૃદ્ધિ કરાશે.

• હાઈ સ્ટ્રીટને સપોર્ટ કરવા ૧.૫ બિલિયન પાઉન્ડની ફાળવણી. નાના રીટેઈલ બિઝનેસીસ માટે બે વર્ષ સુધી બિઝનેસ રેટ્સમાં લગભગ ૩૩ ટકાનો ઘટાડો, જેનાથી તેમને ૯૦૦ મિલિયન પાઉન્ડની બચત થશે.

• યુકે યુરોપિયન યુનિયનથી અલગ થઈ રહ્યું છે તેના સંભારણા સ્વરુપે રોયલ મિન્ટ દ્વારા ૫૦ પેન્સનો બ્રેક્ઝિટ કોઈન જારી કરાશે, જે સ્પ્રિંગ ૨૦૧૯થી મળતો થઈ જશે

• ફેસબૂક જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ગૂગલ જેવાં સર્ચ એન્જિન્સ અને ઓનલાઈન માર્કેટપ્લેસીસ સહિત મોટી ટેકનોલોજી કંપનીઓ પાસેથી એપ્રિલ ૨૦૨૦થી યુકેમાંથી પ્રાપ્ત રેવન્યુ પર નવો બે ટકાનો ડિજિટલ સર્વિસીસ ટેક્સ લાદવામાં આવશે. ૫૦૦ મિલિયન પાઉન્ડથી વધુ વૈશ્વિક વેચાણ સાથેની નફાકારક કંપનીઓએ આ ટેક્સ ચુકવવો પડશે.

• ભવિષ્યમાં પ્રાઈવેટ ફાઈનાન્સ ઈનિશિયેટિવ (PFI) કોન્ટ્રાક્ટ્સ નાબૂદ કરવામાં આવશે.

• વાર્ષિક ઈન્વેસ્ટમેન્ટ એલાવન્સ બે વર્ષ માટે ૨૦૦,૦૦૦ પાઉન્ડથી વધારી એક મિલિયન પાઉન્ડ કરાશે. એપ્રેન્ટિસશિપ લેવીમાં નાની કંપનીઓનો ફાળો ૧૦ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાશે

• લોકલ ઓથોરિટીઝ વધુ મકાનો બાંધી શકે તે માટે કરજ લેવાની મર્યાદા ઉઠાવી લેવાઈ છે. વધુ ૬૫૦,૦૦૦ બાંધવામાં મદદ મળે તે માટેના હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને ૫૦૦ મિલિયન પાઉન્ડ. ઈંગ્લેન્ડમાં વધુ ૧૩,૦૦૦ મકાન બાંધવા હાઉસિંગ એસોસિયેશનો સાથે નવી ભાગીદારીઓ.

• શિક્ષણ, હેલ્થ અને હાઉસિંગ સહિતના ક્ષેત્રોમાં ૨૦૨૦-૨૧ સુધી સ્કોટલેન્ડ (વધારાના ૯૫૦ મિલિયન પાઉન્ડ), વેલ્સ (વધારાના ૫૫૦ મિલિયન પાઉન્ડ) અને નોર્ધર્ન આયર્લેન્ડ એક્ઝિક્યુટિવને વધારાના ૩૨૦ મિલિયન પાઉન્ડ મળશે.

• બ્રેક્ઝિટની તૈયારી માટે વિવિધ ડિપાર્ટમેન્ટ્સને ૨૦૧૯-૨૦માં મદદરુપે ભંડોળમાં ચાર બિલિયન પાઉન્ડથી વધુ રકમ મળશે, જે ગત વર્ષે જાહેર કરાયેલી ૧.૫ બિલિયન પાઉન્ડની રકમ ઉપરાંત રહેશે.

• બિયર, સિડાર અને સ્પિરિટ્સ પરની ડ્યૂટી વધારાઈ નથી. જોકે, વાઈન બોટલની કિંમત આઠ પેન્સ વધશે. તમાકુની ડ્યૂટી વધશે. ૨૦ સિગારેટના પેકેટમાં ૩૩ પેન્સ અને ૧૦ ગ્રામ સિગાર પેકમાં ૧૭ પેન્સનો વધારો

• સોશિયલ કેર માટે વધારાના ૮૦૦ મિલિયન પાઉન્ડ ફાળવાશે.

• સતત નવમા વર્ષે ફ્યૂલ ડ્યૂટી સ્થગિત કરાશે, જેનાથી ડ્રાઈવર્સ અને બિઝનેસીસને લાખો પાઉન્ડની બચત.

• ઈંગ્લેન્ડના મોટરવેઝ તથા અન્ય માર્ગોને અપગ્રેડ કરવા ૩૦ બિલિયન પાઉન્ડની ફાળવણી, જેની ચુકવણી રોડ ટેક્સમાંથી કરાશે. માર્ગોના ખાડાઓ પૂરવા, બ્રીજ અને ટનેલ્સના સમારકામ માટે લોકલ ઓથોરિટીઝને ૪૨૦ મિલિયન પાઉન્ડનું ફંડ.  (૬૯૫)

================

તમારો પાઉન્ડ કેવી રીતે ખર્ચાશે?

પબ્લિક સેક્ટરમાં ખર્ચ       ( £બિલિયન્સ)

શિક્ષણ                                     £૧૦૨

ડિફેન્સ                                     £૪૯

ઉદ્યોગ, કૃષિ અને રોજગાર               £૨૩

હાઉસિંગ અને પર્યાવરણ                 £૩૧

જાહેર વ્યવસ્થા અને સલામતી         £૩૫

અન્ય (ઈયુ સહિત)                       £૫૩

ઋણ પર વ્યાજ                           £૪૧

સામાજિક સુરક્ષા                          £૨૫૨

અંગત સામાજિક સેવાઓ                £૩૨

આરોગ્ય                                   £૧૫૫

ટ્રાન્સપોર્ટ                                   £૩૫

-------------------------------------------------------------------------------------

પરિવારની આવક                             £૧૦k,  £૨૦k, £૩૦k,  £૪૦k,  £૫૦k,  £૬૦k,  £૭૦k,  £૮૦k , £૯૦k,   £૧૦૦k,

(૧) દંપતી, એક કમાનાર, બે બાળક        +૨૫  +૧૫૫  +૧૫૫  +૧૫૫  +૫૨૦   +૫૨૦   +૫૨૦   +૫૨૦  +૫૨૦   +૫૨૦

(૨) દંપતી, બે કમાનાર, બે બાળક           +૦   +૧૫૫   +૧૮૦   +૩૧૦  +૩૧૦   +૩૧૦   +૩૪૨  +૬૭૫  +૬૭૫  +૬૭૫

(૩) સિંગલ, એક બાળક                     +૨૫  +૧૫૫  +૧૫૫  +૧૫૫   +૫૨૦   +૫૨૦   +૫૨૦   +૫૨૦  +૫૨૦  +૫૨૦

(૪) સિંગલ, બાળક નહિ                    +૨૫   +૧૫૫   +૧૫૫   +૧૫૫   +૫૨૦   +૫૨૦   +૫૨૦   +૫૨૦   +૫૨૦   +૫૨૦

(૫) પરીણિત પેન્શનર                     +૦   +૧૫૨   +૧૮૭    +૧૬૬   +૮૬૯   +૮૬૯   +૮૬૯    +૮૬૯    +૮૬૯   +૮૬૯

(૬) સિંગલ નિવૃત્ત પેન્શનર              +૦   +૧૩૦   +૧૩૦   +૧૩૦   +૮૬૦    +૮૬૦    +૮૬૦    +૮૬૦    +૮૬૦    +૮૬૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter