લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલા કોરોના વાઈરસ ચેપને ધ્યાનમાં લઈ તેની સામેના યુદ્ધને પ્રાથમિકતા આપી છે. આ સાથે તેમના બજેટની વિવિધ ફાળવણીઓ તેમજ ટેક્સમાં રાહતો અને નવા ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ
• બજેટથી રાજકોષીય ખાધમાં ૧૨૫ બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો
• કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં ૩૦ બિલિયન પાઉન્ડની ફાળવણી
• રોડ, રેલ્વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૬૪૦ બિલિયન પાઉન્ડ ફાળવાયા
• એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ
• સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા
• નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના
• નેશનલ લિવિંગ વેજ ૨૦૨૪ સુધીમાં ૧૦.૫૦ પાઉન્ડ થશે
• રસ્તાઓ તેમજ ખાડા પૂરવા અને રીસરફેસિંગના કાર્યો માટે ૨૭ બિલિયન પાઉન્ડની ફાળવણી
• લોકોને પોસાય તેવા હોમ્સ માટે ૧૨.૨ બિલિયન પાઉન્ડ
• દેશમાં સારાં બ્રોડબેન્ડ માટે ૫ બિલિયન પાઉન્ડની ફાળવાયા
• ઘરવિહોણાને રફ સ્લિપિંગનો અંત લાવવા ૬૩૪ મિલિયન પાઉન્ડની ફાળવણી
• NHSમાં સ્ટાફની ભરતી અને હોસ્પિટલ અપગ્રેડેશન માટે પાંચ વર્ષમાં વધુ ૬ બિલિયન પાઉન્ડ
• પૂર સામે રક્ષણ મેળવવા વધુ ૫૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી
• દેશમાં ૯૫ ટકા 4G માટે ૫૧૦ મિલિયન પાઉન્ડ
• ફર્ધર એન્યુકેશન કોલેજોમાં બિલ્ડિંગ અપગ્રેડેશન માટે ૧.૫ બિલિયન પાઉન્ડ
• વેટરન્સ ભંડોળને ૧૦ મિલિયન પાઉન્ડ સાથે પ્રોત્સાહન