ચાર્લ્સ અને કેમિલાના ‘સીક્રેટ’ પુત્રે વિલિયમ સાથે સરખામણી કરી

Wednesday 03rd November 2021 07:25 EDT
 
 

લંડનઃ વર્ષોથી પોતાને પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બોવેલ્સના સીક્રેટ પુત્ર ગણાવી રહેલા ૫૪ વર્ષીય ઓસ્ટ્રેલિયન ઈજનેર સાયમન દોરાન્તે-ડેએ પ્રિન્સ વિલિયમ સાથે કહેવાતા શાહી મળતાપણાને દર્શાવતી નવી તસવીરો જાહેર કરી સનસનાટી મચાવી છે. દોરાન્તે-ડેનો દાવો છે કે ચાર્લ્સ અને કેમિલા પહેલા ડેટિંગ કરી રહ્યા હતા તેના પરિણામે તેનો જન્મ થયો હતો પરંતુ, સંભવિત કૌભાંડના ડરે તેને દત્તક આપી દેવાયો હતો.

પ્રિન્સ ચાર્લ્સ પછી શાહી તાજના વારસદારની લાઈનમાં પ્રિન્સ વિલિયમ નહિ પરંતુ, તે હોવાની થીઅરી પુરવાર કરવા દોરાન્તે-ડે મથામણ કરી રહ્યો છે. દોરાન્તે-ડેએ ફેસબૂક પર શાહી પરિવારના અન્ય સભ્યોની સંખ્યાબંધ તસવીરો મમૂકીને પોતાની સાથે ગાઢ સામ્યતા દર્શાવવા પ્રયાસ કર્યો છે. તેણે પ્રિન્સ વિલિયમની સાથે સરખામણી કરતી પોતાની યુવાનીની નવી તસવીરો ફેસબૂક પર જાહેર કરી છે. તેના સમર્થકોએ ટીપ્પણી કરી છે કે બંને વચ્ચે એટલું જોરદાર મળતાપણું છે કે ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કોર્નવોલ પણ તેનો ઈનકાર કરી શકે તેમ નથી. કેટલાક લોકોએ પોતાના વારસાને સ્થાપિત કરવા એક વખત DNA પરીક્ષણ કરાવી વાતનો અંત લાવવા અપીલ પણ કરી છે.

સાયમન દોરાન્તે-ડેએ સૌપ્રથમ ૨૦૧૬માં પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બોવેલ્સના સીક્રેટ પુત્ર હોવાનો દાવો કર્યો હતો. તેના દાવા મુજબ ચાર્લ્સ ૧૭ વર્ષના અને કેમિલા ૧૮ વર્ષના હતા ત્યારે ગર્ભાધાન થયું હશે. તે ૧૮ મહિનાનો હતો ત્યારે કારેન અને ડેવિડ ડેએ તેને દત્તક લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter