ચાલો મધર્સ ડેના પાવન પર્વે માતૃ વંદના કરીએ : તા. ૨૬ના રોજ ભારતીય વિદ્યાભવન ખાતે વિશેષ કાર્યક્રમ : વિશેષાંકનું વિમોચન

તા. ૨૬ ભવન્સ, તા. ૧ બાર્કિંગ, તા. ૨ ટાયસ્લી-બર્મિંગહામ, તા. ૭ લેસ્ટર અને તા. ૮ પ્રેસ્ટન ખાતે માયાબેન દીપક અને ગૃપ ગીત સંગીત દ્વારા જનેતાને અંજલિ અર્પણ કરી માતૃ વંદનાની મોજ કરાવશે: સ્થાનિક સંસ્થાઅો અને મંડળો કાર્યક્રમો યોજવા આગળ આવે

- કમલ રાવ Tuesday 21st March 2017 14:22 EDT
 

એક સ્પેનીશ કહેવત છે કે માતાનો એક અંશ અસંખ્ય ધર્મગુરુઓના જેટલો જ મહત્વનો છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય અને સાચું સ્વર્ગ આપણી માતાનાં ચરણોની નીચે છે. આપણી જન્મદાત્રી માતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ કરવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ભારતથી પધારેલા વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમોનું આયોજન બ્રિટનભરના વિવિધ શહેરોમાં કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે બ્રિટનના જાણીતા અગ્રણીઅો, લોર્ડ્ઝ, એમપીઝ સહિત વિવિધ વ્યક્તિઅો દ્વારા માતા પ્રતિ આદર, પ્રેમ અને વ્હાલ રજૂ કરતા ખૂબ જ સુંદર અને મનનીય લેખો, મહત્વના વિધાનો, ગીતોનો સમાવેશ કરતા "માતૃ વંદના – એ ટ્રીબ્યુટ ટુ મધર" વિશેષાંકનું વિમોચન તા. ૨૬મી માર્ચના રોજ સાંજે ૫-૩૦ કલાકે ભારતીય વિદ્યાભવન, લંડન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરાશે.

ભારતીય વિદ્યાભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લોર્ડ જીતેશ ગઢીયા, એમપી વિરેન્દ્ર શર્મા, જાણીતા બીજેનેસમેન રેમી રેંજર, બેન્ક અોફ બરોડાના સીઇઅો ધિમંતભાઇ ત્રિવેદી, ભવન્સના ડાયરેક્ટર નંદકુમાર સહિત અન્ય અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. જ્યાં પ્રારંભે શુધ્ધ શાકાહારી ભોજન પછી ખૂબજ ટૂંકા પ્રસંગોચિત વક્તવ્ય બાદ આ કાર્યક્રમ માટે પધારેલા વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપ જનેતાના મહત્વને બિરદાવતા ગીતો રજૂ કરશે. વિનામુલ્યે યોજાયેલા કાર્યક્રમ માટે અમને વાચકો અને નિમંત્રીત મહેમાનો તરફથી ખૂબજ સુંદર આવકાર મળી રહ્યો છે. હજુ અમારી પાસે જૂજ બેઠકો ખાલી છે. આપ પણ જો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનેતાના ઋણને બિરદાવવા માંગતા હો તો અમને આજે જ મોબાઇલ ફોન નં. 07875 229 211 અથવા [email protected] ઉપર ઇમેઇલથી નામ નોંધાવવા વિનંતી છે.

ભગવાનને ભજવાથી મા નથી મળી શકતી પરંતુ માને ભજવાથી ભગવાન અવશ્ય મળી શકે છે. બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયની સેવા કરવાની ભાવના સાથે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા આ અગાઉ વડિલ સન્માન, શ્રવણ સન્માન અને સરસ્વતિ સન્માન કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જે જનેતાએ જીવનભર સતત સંતાનોની અને પરિવારજનોની ખરા દિલથી સેવા કરી છે તે જનેતાને સ્વર, સુર અને સંગીત દ્વારા ખરા દિલથી બ્રિટનના બીજા શહેરોમાં વસતા લોકો વંદન કરી શકે તે આશયે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના સહકારથી વિવિધ સ્થાનિક સંસ્થાઅો દ્વારા શ્રીમતી માયા દીપક અને ગૃપના વિવિધ કાર્યક્રમોનું આયોજન આગામી તા. ૧ બાર્કિંગ, તા. ૨ ટાયસ્લી-બર્મિંગહામ, તા. ૭ લેસ્ટર અને તા. ૮ પ્રેસ્ટન ખાતે સ્થાનિક સંસ્થાઅો અને અગ્રણીઅોના દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં માયાબેન દીપક અને ગૃપ ગીત સંગીત દ્વારા જનેતાને અંજલિ અર્પણ કરી માતૃ વંદનાની મોજ કરાવશે. માયા દીપકના માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવું હોય તો આજે જ અમારો સંપર્ક કરો. જુઅો જાહેરાત પાન નં. 29.

સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter