ચૂંટાઇશું તો યુનિવર્સિટીઓમાંથી ફાલતુ અભ્યાસક્રમો નાબૂદ કરીશુઃ કન્ઝર્વેટિવ

પ્રતિ વર્ષ 1 લાખ એપ્રેન્ટિસશિપનું ટોરી પાર્ટીનું વચન

Tuesday 04th June 2024 13:01 EDT
 
 

લંડનઃ રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીએ જુલાઇમાં યોજાનારી ચૂંટણીમાં ચૂંટાઇ આવશે તો ઇંગ્લેન્ડમાં કેટલાક યુનિવર્સિટી અભ્યાસક્રમો નાબૂદ કરવાનું વચન આપ્યું છે જેથી પ્રતિ વર્ષ 1,00,000 એપ્રેન્ટિસશિપને ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાય. પાર્ટીએ જણાવ્યું છે કે અમે નોકરી અપાવી ન શક્તા અને હાઇ ડ્રોપ આઉટ રેટ ધરાવતા અભ્યાસક્રમો બદલી નાખીશું.

બીજીતરફ લેબર પાર્ટીએ નવા એપ્રેન્ટિસશિપની સંખ્યામાં ઘટાડા માટે આકરી ટીકા કરી છે. પાર્ટીએ જણાવ્યું હતું કે, અમે યુવાઓને એપ્રેન્ટિસશિપ ઉપલબ્ધ કરાવવાને પ્રાથમિકતા આપીશું. લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ જણાવ્યું હતું કે, સરકાર એપ્રેન્ટિસ સાથે સેકન્ડ ક્લાસ કામદારો જેવો વ્યવહાર કરી રહી છે.

કન્ઝર્વેટિવ પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે 50 ટકા યુવાઓને યુનિવર્સિટીમાં મોકલવાની પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરની મહત્વાકાંક્ષાના કારણે ફાલતુ ડિગ્રીઓનો રાફડો ફાટ્યો હતો. ઇંગ્લેન્ડમાં ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીની તપાસ કરીને પ્રતિબંધ મૂકી શકે છે. નીચા સ્ટાન્ડર્ડ માટે દંડ કરવાની સત્તા પણ આ રેગ્યુલેટર પાસે છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું હતું કે, અમે નવો કાયદો ઘડીને ફાલતુ અભ્યાસક્રમો નાબૂદ કરવા માટે રેગ્યુલેટરને સત્તા આપીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter