ચેરિટી સંસ્થાઓને 47000 પાઉન્ડનો ચૂનો ચોપડનાર પરવિન્દરને 26 મહિનાની કેદ

મથારુએ જરૂરીયાતમંદોને મદદના બહાને અંગત લાભ માટે ચેરિટી સંસ્થાઓ સાથે ફ્રોડ આચર્યાં

Tuesday 04th June 2024 13:10 EDT
 
 

લંડનઃ બર્કશાયર અને બકિંગહામશાયરમાં સંખ્યાબંધ ચેરિટી સંસ્થાઓને 47,000 પાઉન્ડનો ચૂનો ચોપડનાર પરવિન્દર મથારુને બે વર્ષ અને બે મહિના કેદની સજા ફટકારાઇ છે. થેમ્સવેલી પોલીસ દ્વારા કરાયેલી તપાસ બાદ રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા આ ચુકાદો અપાયો હતો. મથારુએ તેના પર મૂકાયેલા પાંચ આરોપની કબૂલાત કરી હતી. 2013થી 2017 વચ્ચે મથારુએ આવર યુનાઇટેડ ચેરિટી, વોકિંગહામ યુનાઇટેડ ચેરિટી, લિન્ક ફાઉન્ડેશન અને બકિંગહામશાયરની એક ચેરિટી સાથે ફ્રોડ આચર્યાં હતાં.

મથારુએ સ્લાઉમાં સેવક નામની ચેરિટીની સ્થાપના કરી હતી અને તેનો દાવો હતો કે તેની ચેરિટી જરૂરીયાતમંદોને મકાન પૂરાં પાડવામાં મદદ કરે છે. જોકે તેણે આ માટે ઉઘરાવેલા નાણા જરૂરીયાતમંદો માટે વાપરવાને બદલે પોતાના અંગત ખર્ચ માટે વાપર્યાં હતાં.

પોલીસે જણાવ્યું હતું કે પરવિન્દર મથારુએ સુનિયોજિત રીતે ચેરિટી સંસ્થાઓ સાથે છેતરપિંડી આચરી હતી. તેના કારણે ચેરિટી સંસ્થાઓ જરૂરીયાતમંદોને મદદ કરી શક્તી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter