• પુરુષ-સ્ત્રીનો વેતન તફાવત ઘટ્યોઃ યુકેમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે જોવા મળતો સરેરાશ વેતન તફાવત અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. નવા સત્તાવાર ડેટા અનુસાર વીસી અને ત્રીસીમાં રહેલી તેમ જ પૂર્ણ સમય કાર્યરત સ્ત્રીઓ તેમના પુરુષ સમોવડિયાઓની સરખામણીએ હવે કલાકદીઠ વધુ કમાણી કરે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે વેતનના તફાવતની નોંધણી ૧૯૯૭માં શરૂ કરાયા પછી આ તફાવત સૌથી ઓછો જણાયો છે.
• યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં લડવા ગયાઃ મુસ્લિમોની નોંધપાત્ર વસ્તી ધરાવતા બર્મિંગહામ પેરી બાર મતક્ષેત્રના લેબર પાર્ટીના સાંસદ ખાલિદ મહમૂદે દાવો કર્યો છે છે કે યુકેથી ૨૦૦૦ જેહાદી સીરિયા અને ઈરાકમાં મુસ્લિમ ઉગ્રવાદીઓ સાથે મળી લડી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે બર્મિંગહામનો મારો અનુભવ કહે છે કે સમસ્યા ઘણી જ મોટી છે.