ચેશાયરમાં ટાટા ગ્રૂપ કચરામાંથી ઉર્જાનો પ્રોજેક્ટ સ્થાપશે

Wednesday 03rd April 2019 05:52 EDT
 

લંડનઃ ટાટા ગ્રૂપે ચેશાયરના નોર્થવીકમાં તેના હાલના ઔદ્યોગિક એકમ પૈકી એકમાં ૪૮૦ મિલિયન પાઉન્ડના ખર્ચે કચરામાંથી ઉર્જાનું ઉત્પાદન કરતા પ્લાન્ટના નિર્માણની સંમતિ આપી હતી. આ પ્લાન્ટ યુરોપના આ પ્રકારના સૌથી મોટા પ્લાન્ટ પૈકીનો એક હશે.

આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા ૬૦ મેગાવોટ હશે જે ભવિષ્યમાં વધીને ૯૦ મેગાવોટ થશે. ટાટા કેમીકલ્સ યુરોપ કોલસાથી ચાલતા જૂના પ્લાન્ટની જગ્યાએ નવો લો કાર્બન પાવર પ્રોજેક્ટ સ્થાપશે. તેના સહયોગીઓ કોપનહેગન ઈન્ફ્રાસ્ચ્રક્ચર પાર્ટનર્સ અને એફસીસી એન્વાયર્નમેન્ટે જણાવ્યું હતું કે તે નેશનલ ગ્રીડને પૂરતી વીજળી પહોંચાડશે જે ૧૨૫,૦૦૦ ઘરો સુધી પહોંચશે. તે સાથે જ પ્લાન્ટમાં ૬૦૦,૦૦૦ ટન કચરો બળશે. ટાટા કેમીકલ્સ પ્લાન્ટમાંથી નીકળતી વરાળનો ઉપયોગ તેના નજીકના ઉત્પાદન એકમોના સંચાલનમાં કરશે. આ પ્લાન્ટ ૨૦૨૩માં કાર્યરત થાય તેવી શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter