લંડનઃ પીડિતોના બેંક ખાતા સુધી પહોંચવા માટે ગુનેગારો ડેટા બ્રીચમાં ચોરાયેલા મોબાઈલ ફોનના નંબરોનો ઉપયોગ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ડેટા બ્રીચની સમસ્યા વેઠતી કંપનીઓ સામાન્ય રીતે લોકોને તેમની નાણાંકીય વિગતો ચોરાઈ ન હોવાની ખાતરી આપે છે. જોકે, ઘણી વખત મેળવી લેવાયેલા મોબાઈલ નંબર અને અન્ય મૂળ વિગતોનો ઉપયોગ બેંક ખાતાનું ઓપરેશન કરવા સીમ-સ્વેપ ફ્રોડ માટે થઈ શકે છે. નિષ્ણાતોએ આ જોખમ વિશે વધુ જાગૃતિ કેળવવાની જરૂર પર ભાર મૂક્યો હતો.

