ચોરેલા ફોન વિદેશોમાં સ્મગલિંગ કરતી ગેંગના સભ્યો જેલભેગા

લંડનમાંથી ચોરેલા આશરે 40,000 ફોન વિદેશમાં સ્મગલ કર્યા હતા

Tuesday 29th September 2026 10:52 EDT
 

લંડનઃ મેટ્રોપોલિટન પોલીસ દ્વારા મોબાઇલ ફોન સ્મગલિંગના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાઉથવર્ક ક્રાઉન કોર્ટે આ નેટવર્કને અત્યંત સંગઠિત અને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ ગણાવી હતી. અદાલતે મુખ્ય આરોપી ખાદીખેલને 9.5 વર્ષ, મિયાખેલને 9 વર્ષ અને અન્ય સાથી મન્સૂર મોહમ્મદને 6.5 વર્ષની કેદની સજા ફટકારી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગિરોહ 2024 અને 2025 દરમિયાન લંડનમાંથી ચોરાયેલા કુલ ફોન પૈકી આશરે 40,000 ફોન વિદેશમાં સ્મગલિંગ કરવા માટે જવાબદાર હતી.

આ ગિરોહ લંડનની શેરીઓમાંથી નાના ચોરો દ્વારા ચોરાયેલા ફોન એકત્રિત કરીને તેને હોંગકોંગ અને ચીન મોકલતી હતી. વિદેશી બજારોમાં આ ફોન મર્યાદા વગરના ઈન્ટરનેટ વપરાશના કારણે ઉંચી કિંમતે વેચાતા હતા. સપ્ટેમ્બર 2025માં અમીર મુહમ્મદ ખાદીખેલ અને ઈસ્મત મિયાખેલ નામના બે મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની કાર અને અન્ય ઠેકાણાઓ પરથી 2,000થી વધુ ચોરાયેલા ફોન મળી આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter