ચોરોના કરમની કઠણાઈઃ ભૂલથી પોલીસને જ સ્પીડ કોલ લાગી ગયો!

Tuesday 19th January 2021 15:03 EST
 

લંડનઃ ફોનમાં પોલીસનો નંબર સેટ કરવાનું બે ચોરને ભારે પડી ગયું. સ્પીડ કોલ દ્વારા ભૂલથી પોલીસને કોલ લાગી જતા બે શકમંદ ચોરની ધરપકડ કરાઈ હતી. સ્ટેફર્ડશાયર પોલીસે જણાવ્યું કે ૪૯ વર્ષીય અને ૪૨ વર્ષીય બે પુરુષ પૈકી એક તરફથી કોલ આવ્યા પછી સ્ટોક-ઓન-ટ્રેન્ટના મીડલપોર્ટ વિસ્તારમાંથી ચોરીની શંકાના આધારે તેમની ધરપકડ કરાઈ હતી. 

ઓફિસરોએ જણાવ્યું કે તેમણે આ બન્નેએ ચોરી કરી હોવાનું તેમજ પોલીસ અધિકારીઓ તેમની ધરપકડ કરવા આવ્યા હોવાનું પણ તેમણે ફોનમાં સાંભળ્યું હતું. ચીફ ઈન્સ્પેક્ટર જહોન ઓવેને જણાવ્યું કે તેઓ માને છે કે તેમણે દુનિયાના સૌથી કમનસીબ ચોરોને પકડ્યા છે. ઓવેને જણાવ્યું કે ચોરી કરતી વખતે એક ચોરે ભૂલથી તેના ફોનમાં ૯૯૯ નંબર સેટ કર્યો હતો અને ભૂલથી તે ડાયલ થયો હતો.
આવું પહેલી વખત બન્યું હોય તેવું નથી. અગાઉ ૨૦૧૩માં પણ કેલિફોર્નિયાના ફ્રેસ્નોમાં કારમાંથી ચોરી કરતા બે ચોરોએ ભૂલથી જાતે પોલીસને બોલાવી હતા. ફરજ પર રહેલા કોલ હેન્ડલરે તેમને ટ્રેક કરીને તેઓ નાથન ટેક્લેમેરિયમ અને કાર્સન રાઈનહાર્ટ હોવાનું શોધી કાઢ્યું હતું. ફોન પર અડધો કલાક સુધી તેઓ તેમના આયોજન વિશે ચર્ચા કરતા જણાયા હતા. તેમની ધરપકડ કરાઈ હતી. સાર્જન્ટ જેઈમ રિયોસે જણાવ્યું કે તેમની ધરપકડ થઈ ત્યાં સુધી ૯૧૧ કોલ ચાલુ હતો અને ઓફિસરે જાતે ફોન લઈને મૂક્યો હતો.
બીજા એક કિસ્સામાં ૨૫ વર્ષીય કોલમ ટુમિલ્ટીએ જાતે પોલીસને ફોન કર્યો ન હતો. તેણે નોર્ધમ્બરલેન્ડમાં બ્લીથ નજીક કામ્બોઈસ ફર્સ્ટ સ્કૂલમાં ઘૂસીને સંખ્યાબંધ લેપટોપ ચોર્યા હતા. જોકે, તે તેનો ફોન ત્યાં ભૂલી ગયો હતો. તેની માતાએ તે ક્યાં છે તે જાણવા અને તે કોલમ છે કે નહીં તે ફોનમાં પૂછતાં તે પકડાયો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter