લગભગ દોઢ દસકાના દાંપત્યજીવન બાદ ક્રિસ અને જેમીએ છૂટા પડવાનું નક્કી કરતા તેમની વચ્ચે ૭૦૦ મિલિયન પાઉન્ડની સંપત્તિ મુદ્દે કાયદાકીય લડત ચાલી હતી. ક્રિસે તેની પત્નીને પોતાની સંપત્તિનો ચોથો ભાગ આપવાની ઓફર કરી હતી, પરંતુ જેમીએ દાવો કર્યો હતો કે સંપત્તિ બંનેના સંયુક્ત પ્રયાસોથી બની છે.
ક્રિસ અને જેમી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતાં હતાં ત્યારે મુલાકાત થઈ હતી. આ પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો અને બાદમાં લગ્ન કર્યાં હતાં. તેમણે વિકાસશીલ દેશોમાં ગરીબ બાળકોને મદદ કરવા માટે ચેરિટી ફંડ પણ સ્થાપ્યું છે. ક્રિસે વર્ષ ૨૦૦૬થી ૨૦૧૧ દરમિયાન ચેરિટી ફંડને એક બિલિયન પાઉન્ડનું દાન આપ્યું છે. જનસેવાનાં કાર્યો બદલ તેમને 'નાઈટ'ના સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.