લંડનઃ હોમ ઓફિસના આંકડા અનુસાર જૂન 2025 સુધીના છેલ્લા એક વર્ષમાં યુકેમાં રાજ્યાશ્રય માટે 1,11,000 અરજી દાખલ થઇ છે. જે અગાઉના વર્ષ કરતાં 14 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લે 2002માં 1,03,000 અરજી દાખલ થઇ હતી ત્યાર પછીનો આ રેકોર્ડ આંકડો છે. સરકારનો દાવો છે કે અધિકારીઓ ઝડપથી અરજીઓનો નિકાલ કરી રહ્યાં છે. તેમ છતાં હજુ 71000 અરજીઓ પર નિર્ણય બાકી છે.

