લંડનઃ છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાના વિવિધ દેશોમાંથી 453 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલ કરાયા છે. જેમાં સૌથી વધુ 170 ભારતીય વિદ્યાર્થીને બ્રિટિશ સરકારે દેશનિકાલ કર્યાં છે. ઓસ્ટ્રેલિયામાંથી 114, રશિયામાંથી 82 અને અમેરિકામાંથી 45 ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરાયા હતા. આજ સમયગાળામાં 62 ભારતીય વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ અપાયો નહોતો. દેશનિકાલ માટે વિઝા નિયમોના ઉલ્લંઘન, બોર્ડર રેગ્યુલેટરી અથવા કોમ્પ્લાયન્સ ચેકમાં નિષ્ફળતા સહિતના કારણો જવાબદાર છે.
ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલ
દેશ – સંખ્યા
યુકે – 170, ઓસ્ટ્રેલિયા – 114, ચીન – 04, ઇજિપ્ત – 02, ફિનલેન્ડ – 05, રશિયા – 82, ઓસ્ટ્રિયા – 01, જ્યોર્જિયા – 17, યુક્રેન – 13, અમેરિકા – 45


