લંડનઃ બ્રિટનમાં હવે સ્ટુડન્ટ્સ મરજી મુજબનો યુનિફોર્મ એટલે કે છોકરાઓ સ્કર્ટ અને છોકરીઓ ટ્રાઉઝર્સ પહેરીને સ્કૂલે આવી શકે છે. જોકે, સ્કૂલોએ યુનિફોર્મના રંગ નક્કી કર્યાં છે. ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ્સનાં હિતોને ધ્યાનમાં રાખીને ૮૦ સ્કૂલોએ 'જેન્ડર ન્યુટ્રલ' યુનિફોર્મ પોલિસી બનાવી છે, જેમાં ૪૦ પ્રાઇમરી સ્કૂલ સામેલ છે. પોલિસીને સરકાર પાસેથી પણ મંજૂરી મળી ગઇ છે.
તાજેતરમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓને નિર્દેશ જારી કર્યા હતા, જો સરકારી ફંડ લેવું હોય તો તેમને 'ટ્રાન્સ' ચિલ્ડ્રન પ્રત્યે વધુ સંવેદનશીલ થવું પડશે. બર્મિંગહામની એલેન્સ ક્રોફ્ટ સ્કૂલ આ પોલિસી લાગુ કરનારી દેશની પ્રથમ સ્કૂલ છે. પોલિસીમાં કહેવાયું છે કે બાળકો પોતાને વધુ આરામદાયક મહેસૂસ કરતા હોય તેવાં વસ્ત્રો પહેરીને સ્કૂલે આવી શકે છે. બ્રાઇટન કોલેજે વર્ષની શરૂઆતમાં ટ્રાન્સજેન્ડર ફ્રેન્ડલી યુનિફોર્મ કોડ લાગુ કર્યો હતો.


