જજ દ્વારા કરાયેલા અપમાનના કેસમાં હીના તોહીદને ન્યાય મળ્યો

વોચડૉગે જીપી હીના તોહીદે મૂકેલા આરોપોની તરફેણમાં ચુકાદો આપ્યો

Tuesday 20th January 2026 09:33 EST
 

લંડનઃ જ્યુડિશિયલ વોચડૉગે જીપી હીના તોહીદની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હીનાનો આરોપ હતો કે જજે તેમનું અપમાન કરી એક અપરાધી હોવાની અનુભૂતિ કરાવી હતી. 2022માં સેક્સ એન્ડ પ્રેગનન્સી ડિસક્રિમિનેશનના દાવાની સુનાવણી દરમિયાન જજ ફિલિપ લેન્કેસ્ટરે 16 વાર તેમની સામે બૂમો પાડી હતી.

જ્યુડિશિયલ કન્ડક્ટ ઇન્વેસ્ટિગેશન ઓફિસના પ્રમુખની તપાસમાં સામે આવ્યું છે કે જજ લેન્કેસ્ટરે સંખ્યાબંધવાર હીના સામે બૂમો પાડી તેમની પૂછપરછમાં ખલેલ પહોંચાડી હતી. જજનું વર્તન અયોગ્ય જણાયું હતું. જજ લેન્કેસ્ટર અને ટ્રિબ્યુનલ પેનલના અન્ય બે સભ્યોએ હીનાનો દાવો નકારી કાઢ્યો હતો. હીનાએ તેની સાથે પક્ષપાત કરાયો હોવાનો આરોપ મૂક્યો હતો.

હીનાએ જણાવ્યું હતું કે, હું મારા જીવનના અત્યંત સંવેદનશીલ કેસનો સામનો કરી રહી હતી ત્યારે જ જજે મારી સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. મારી સાથે દુર્વ્યવહાર કરનારા લોકો સામે જ મને અપમાનિત કરવામાં આવી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter