લંડનઃ બાળકોને યૌનશૌષણ માટે લલચાવતી ગેન્ગનો બચાવ કરતા ધારાશાસ્ત્રીઓના વર્તનને જસ્ટિસ બર્નાર્ડ મેક્લોસ્કીએ ‘શરમજનક’ ગણાવ્યું હતું. શબીર અહેમદ સહિતના ચાર અપરાધી સામે ગ્રેટર માન્ચેસ્ટરના રોચડેલમાં ૧૩ વર્ષની નાની બાળાઓને લલચાવવાના ગુનાઓમાં ૨૦૧૨માં સજા કરાઈ હતી. કેસ ચાલી રહ્યો છે ત્યારે લો ફર્મ્સે આ મુદ્દે કોઈ ટીપ્પણી કરવાનું નકાર્યું હતું.
ઈમિગ્રેશન એન્ડ એસાઈલમ ચેમ્બરના પ્રેસિડેન્ટ જસ્ટિસ મેક્લોસ્કીએ જણાવ્યું હતું કે અપરાધીઓના બેરિસ્ટર્સ અને સોલિસિટર્સ કોર્ટમાં આવશ્યક પેપર્સ રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે અને વારંવાર કેસ મુલતવી રાખવા વિનંતી કરે છે. અપર ટ્રિબ્યુનલ સાથે અપમાનજનક વ્યવહાર કરાયો છે. જસ્ટિસે છેલ્લી ઘડીએ નજીવી દલીલો કરનારા સરકારી વકીલોની પણ આકરી ટીકા કરી હતી. આરોપી અહેમદ માટે રજૂઆત કરનારા બેરિસ્ટર રાજીવ શર્માએ જણાવ્યું હતું કે તેમને છેલ્લી ઘડીએ સૂચના અપાઈ હતી અને હવે તેઓ કેસમાં સંકળાયેલા નથી.
રોચડેલ ગેન્ગે બાળાઓને સેક્સ માટે હેરાફેરી કરવા અગાઉ તેમને ડ્રિન્ક્સ અને ડ્રગ્સની ભરપૂર લહાણી કરી લલચાવી હતી.


