જનજીવનને હડતાળનો અજગરભરડો

દેશભરમાં અઘોષિત લોકડાઉનની સ્થિતિ, જનતા ત્રાહિમામ

Wednesday 14th December 2022 05:14 EST
 
 

લંડન

રેલવે યુનિયનો અને નર્સિંગ યુનિયનો સાથેની પગાર વધારા સહિતની અન્ય માગણીઓ સંદર્ભની વાટાઘાટો પડી ભાંગતા 13 ડિસેમ્બરના મંગળવારથી દેશવ્યાપી રેલવે હડતાળના પ્રારંભ સાથે વિવિધ સેક્ટરોની હડતાળોની શરૂઆત થઇ હતી. ક્રિસમસની સિઝનમાં રેલવે, નર્સો, એમ્બ્યુલન્સ, રોયલ મેઇલ, બોર્ડર ફોર્સ સ્ટાફ, બસ ડ્રાઇવરો સહિતના અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓની હડતાળના કારણે દેશમાં અઘોષિત લોકડાઉનની સ્થિતિ સર્જાઇ શકે છે.

રેલવે યુનિયનો દ્વારા આ સપ્તાહમાં 13-14 ડિસેમ્બર અને 16-17 ડિસેમ્બરના રોજ હડતાળ પડાઇ હતી. 14 ટ્રેન કંપનીના 40,000 કરતાં વધુ કર્મચારી હડતાળ પર જતાં દેશમાં રેલવે સેવાઓ ઠપ રહી હતી અને હજારો પ્રવાસીઓ રઝળી ગયાં હતાં. હડતાળ દરમિયાન 20 ટકા કરતાં પણ ઓછી ટ્રેન સેવા ઉપલબ્ધ રહી હતી. તે ઉપરાંત 12થી 18 ડિસેમ્બર વચ્ચેના સપ્તાહમાં બસ ડ્રાઇવરો, રોયલ મેઇલના કર્મચારીઓ, એનએચએસની નર્સો, હાઇવે વર્કર્સ અને એરપોર્ટ બેગેજ હેન્ડલર્સ દ્વારા હડતાળો પડાતાં આ વિભાગોની કામગીરી ખોરવાઇ ગઇ હતી અને જનતાને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિસમસ બાદ બોક્સિંગ ડે અને 27 ડિસેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટ સેલેરાઇડ સ્ટાફ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે જેના કારણે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં ટ્રાન્સપોર્ટેશન પર ગંભીર અસર પડશે. જોકે ટીએસએસએ દ્વારા 17 ડિસેમ્બરની હડતાળ પાછી ખેંચી લેવાઇ છે. આગામી ચાર સપ્તાહોમાં વિવિધ સેક્ટરના કર્મચારીઓ દ્વારા વ્ટાપક હડતાળોનું આયોજન કરાયું છે. તેના કારણે લાખો કર્મચારીઓએ નવા વર્ષ સુધી વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ સ્વીકાર્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પરે જણાવ્યું હતું કે, લોકો ક્રિસમસની સિઝનમાં અઘોષિત લોકડાઉનની સ્થિતિનો સામનો કરશે.

15 ડિસેમ્બરના ગુરુવારથી રોયલ કોલેજ ઓફ નર્સિંગ સાથે સંલગ્ન એક લાખ નર્સોએ તેમની ડિસેમ્બરની હડતાળોનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં નર્સિંગ સેવાઓ ખોરવાઇ હતી અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

18 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીની હડતાળો

18 ડિસેમ્બર

-          સ્કોટલેન્ડના હાઇલેન્ડ અને આઇસલેન્ડ એરપોર્ટના કર્મચારીઓની હડતાળ

-          યુરો સ્ટારના આરએમટી કર્મચારી સભ્યોની હડતાળ

-          હિથ્રો એરપોર્ટ ખાતે બેગેજ હેન્ડલર્સની હડતાળ

20 ડિસેમ્બર

-          આરસીએન સંલગ્ન નર્સોની હડતાળ

-          ડીવીએસએ અને આરપીએના સભ્યોની હડતાળ

21 ડિસેમ્બર

-           એમ્બ્યુલન્સ કર્મચારીઓ અને અન્ય એનએચએસ સ્ટાફની હડતાળ

-          ડીવીએસએ અને આરપીએના સભ્યોની હડતાળ જારી

22 ડિસેમ્બર

-          આરએમટી યુનિયનના ક્લિનર્સની હડતાળ

-          સ્કોટલેન્ડના હાઇલેન્ડ અને આઇસલેન્ડ એરપોર્ટના કર્મચારીઓની હડતાળ

-          યુરોસ્ટાર સિક્યુરિટી સ્ટાફની હડતાળ

-          નેશનલ હાઇવે કર્મચારીઓની હડતાળ

23  ડિસેમ્બર

-          યુરોસ્ટાર સિક્યુરિટી સ્ટાફની હડતાળ

-          વિવિધ રેલકંપનીઓના ક્લિનર્સની હડતાળ

-          સીડબલ્યુ સાથે સંલગ્ન પોસ્ટલ કર્મચારીઓની હડતાળ

-          ડીવીએસએ સ્ટાફની હડતાળ

-          દેશના એરપોર્ટો પર બોર્ડર સ્ટાફના પીસીએસ કર્મચારીઓની હડતાળ

24 ડિસેમ્બર

-          સી ડબલ્યુયુના કર્મચારીઓની હડતાળ

-          નેટવર્ક રેલના આરએમટી સંલગ્ન કર્મચારીઓની હડતાળ

-          દેશના એરપોર્ટો પર બોર્ડર સ્ટાફના પીસીએસ કર્મચારીઓની હડતાળ

25 ડિસેમ્બર

-          આરએમટીની હડતાળ જારી રહેશે

-          દેશના એરપોર્ટો પર બોર્ડર સ્ટાફના પીસીએસ કર્મચારીઓની હડતાળ જારી રહેશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter