જનરેશન વેગન દ્વારા સુનાકને એક મહિનો શાકાહારી બનવાનો પડકાર

Wednesday 04th January 2023 06:13 EST
 
 

લંડન

ઇન્ટરનેશનલ એનજીઓ જનરેશન વેગને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકને એક મહિના સુધી શાકાહારી બનવાનો પડકાર આપ્યો છે. એનજીઓએ જણાવ્યું છે કે જો રિશી સુનાક એક મહિના સુધી સંપુર્ણ શાકાહારી બને તો અમે તેમની પસંદગીની કોઇપણ ચેરિટી સંસ્થાને 10 લાખ પાઉન્ડનું દાન આપીશું. જનરેશન વેગન દ્વારા ચેરિટી માટે કોઇ જાણીતી વ્યક્તિને પડકાર અપાયો હોવાની આ કોઇ પહેલી ઘટના નથી. આ પહેલાં સંસ્થાએ પોપ અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ પ્રકારનો પડકાર આપ્યો હતો. માંસાહારના કારણે પર્યાવરણ, પ્રદૂષણ, જંગલો, પ્રજાતિઓ પર પડતી અસરોને ઉજાગર કરવાનો પ્રયાસ આ પ્રકારના અભિયાન દ્વારા કરાય છે.

જનરેશન વેગનના સીઇઓ નાઓમી હલ્લુમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન રિશી સુનાકે આપણી પૃથ્વીનું ભવિષ્ય સંરક્ષિત કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તેઓ જીવદયાના મહત્વ પર ઘણીવાર બોલી ચૂક્યાં છે. હવે અમે તેમને તેમના શબ્દો પર અમલ કરવાનો પડકાર આપી રહ્યાં છીએ. તેઓ ફક્ત એક મહિનો શાકાહારી ભોજન લે અને શાકાહાર કેટલો સંતોષજનક અને આરોગ્યપ્રદ છે તેનું ઉદાહરણ સ્થાપિત કરવામાં નેતૃત્વ લે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter