જહોન્સનને બે ભાષણ માટે £૧૬૦,૦૦૦ મળ્યા

Wednesday 01st May 2019 03:43 EDT
 
 

લંડનઃ પૂર્વ ફોરેન સેક્રેટરી અને ટોરી પાર્ટીના સાંસદ બોરિસ જહોન્સનને ગયા મહિને સાંસદ તરીકે મળતાં પગાર ઉપરાંત બે ભાષણ આપવા બદલ ૧૬૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુની રકમ ચૂકવવામાં આવી હોવાનું નવા રજિસ્ટર ઓફ મેમ્બર્સ ઈન્ટરેસ્ટ્સમાં જણાવાયું હતું.

ભૂતપૂર્વ ફોરેન સેક્રેટરી જહોન્સને ૨જી માર્ચે ઈન્ડિયા ટુડે માટે વક્તવ્ય આપ્યું હતું. તેના માટે તેમને ૧૨૨,૮૯૯ પાઉન્ડ મળ્યા હતા. ૧૨મી માર્ચે ભાષણ આપવા બદલ તેમને સિટીગ્રૂપ બેંક તરફથી ૩૮,૨૫૦ પાઉન્ડ મળ્યા હતા. તેમને આ બન્ને રકમ તેમની સ્પિકિંગ એંગેજમેન્ટ્સ માટેની એજન્સી જેરેમી લી એસોસિએટ્સ મારફતે મળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter