લંડનઃ આમ તો તેઓ ઘણાં મિનિસ્ટરોને સલાહ આપી ચૂક્યા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બોર્ડમાં પણ સેવા આપી છે અને તેઓ બ્રિટનના સૌથી સિનિયર ડોક્ટર છે. પરંતુ, ચીફ મેડિકલ ઓફિસર (CMO) પ્રો. ડેમ સેલી ડેવિસ ઈમ્પોસ્ટર સિન્ડ્રોમથી પીડાય છે.
‘ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ’ એવા પ્રકારના વર્તનનો ઉલ્લેખ કરે છે કે જેમાં લોકો પોતાની સિદ્ધિઓ પર પોતે જ શંકા વ્યક્ત કરે છે. કેટલાંકને તો પોતે છેતરપિંડી કરતી વ્યક્તિ છે તે વાત જાહેર થઈ જશે તેવો ભય સતત સતાવે છે. તેમણે જણાવ્યું હતું,‘ અત્યારે પણ હું કોઈ મોટું કામ કરું, ઉદાહરણ તરીકે યુએનમાં કામ કરું તો હું વિચારું ગોલી, હું આ કામ કરી શકું ? પરંતુ તમે હંમેશા તે કામ કરી શકો તેમ હો છો.’


