લંડનઃ ૧૨ વર્ષીય ટ્રાન્સજેન્ડરને જાતિ પરિવર્તનના હોર્મોન્સ આપવા બદલ પ્રાઈવેટ જેન્ડર ક્લિનિકના ડોક્ટર દંપતીની જનરલ મેડિકલ કાઉન્સિલ (GMC) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
વેલ્સમાં જેન્ડર જીપીના સ્થાપક હેલન વેબરલીને લાયસન્સ વિના જેન્ડર ટ્રીટમેન્ટ સર્વિસ આપવા માટે ગુનેગાર ઠેરવવામાં આવી હતી. GMCએ તેની તપાસ શરૂ કરી હતી અને તેના પર સુપરવિઝન વિના ટ્રાન્સજેન્ડર દર્દીઓની સારવાર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. વેબરલીએ જણાવ્યું હતું કે તેના પતિ માઈક પણ GP છે અને તે તેના ટ્રાન્સ ક્લાયન્ટ્સને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડશે.

