જાતીય શોષણ માટે જેલભેગા કરાયેલા ડો. અમલ બોઝનું મેડિકલ લાયસન્સ રદ

ડો. બોઝને સપ્ટેમ્બર 2025માં 6 વર્ષ જેલની સજા ફટકારાઇ હતી

Tuesday 11th August 2026 11:20 EDT
 

લંડનઃ ઉત્તર ઈંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ હોસ્પિટલમાં વરિષ્ઠ પદવીનો દુરુપયોગ કરીને મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરનારા ભારતીય મૂળના વરિષ્ઠ હાર્ટ સર્જનનું મેડિકલ લાયસન્સ રદ કરાયું  છે.

ડો.અમલ કૃષ્ણા બોઝને લેંકેશાયરની બ્લેકપૂલ વિક્ટોરિયા હોસ્પિટલ ખાતે 2017થી 2022 વચ્ચે પાંચ મહિલા કર્મચારીઓ સાથે અયોગ્ય સ્પર્શ અને જાતીય ટિપ્પણીઓ કરવા બદલ જાતીય સતામણીના 12 ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં કેસ ચાલ્યા બાદ ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેમને છ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.  

મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસની સુનાવણી પૂર્ણ થયા બાદ ડો. બોઝને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જનરલ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી તેમનું નામ કાયમ માટે હટાવી દેવામાં આવશે. તેમની તબીબી પ્રેક્ટિસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter