જાન્યુઆરીથી એનર્જી બિલમાં પાંચ ટકાનો વધારો, સરેરાશ 94 પાઉન્ડનો બોજો

નવી એનર્જી પ્રાઇસકેપ 1,928 પાઉન્ડ પ્રતિ વર્ષ નક્કી કરાઇ

Tuesday 28th November 2023 10:49 EST
 
 

લંડનઃ જાન્યુઆરી 2024થી વીજળીના બિલમાં વધારો થતાં આકરા શિયાળામાં જ ગ્રાહકોના ખિસ્સા પર વધારાનો બોજો પડશે. ઓફજેમ દ્વારા એનર્જી પ્રાઇસ કેપમાં વધારાના કારણે જાન્યુઆરીથી એનર્જી બિલમાં વધારો થશે. 1 જાન્યુઆરી 2024થી એનર્જી પ્રાઇસ કેપ 1928 પાઉન્ડ પ્રતિ વર્ષ નક્કી કરાઇ છે.

એનર્જી રેગ્યુલેટર ઓફજેમે જણાવ્યું હતું કે, પરિવારના સરેરાશ વાર્ષિક વીજળી બિલ 94 પાઉન્ડ અથવા તો પાંચ ટકા વધશે એટલે કે 1834 પાઉન્ડનું વીજળી બિલ 1928 પાઉન્ડ પર પહોંચી જશે. વીજળીના બિલમાં વધારો ઘણા લોકો માટે આકરો પૂરવાર થશે પરંતુ સપ્લાયરોને વેઠવી પડતી ઊંચી જથ્થાબંધ કિંમતોના કારણે આ વધારો થશે.

ઓફજેમ દ્વારા નક્કી કરાતી પ્રાઇસ કેપના કારણે ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં 29 મિલિયન પરિવારને અસર થાય છે. ઓફજેમ દ્વારા ગેસ અને વીજળીના પ્રતિ યુનિટ પરની મહત્તમ રકમ નક્કી કરાય છે જેની વસૂલાત સપ્લાયર દ્વારા થાય છે. ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રિઅર્લીએ જણાવ્યું હતું કે, ગેસની કિંમત 7 પેન્સ પ્રતિ કિલોવોટઅવર અને વીજળીની કિંમત 29 પેન્સ પ્રતિ કિલોવોટઅવર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter