જાન્યુઆરીથી સમગ્ર ઇંગ્લેન્ડમાં બસ ભાડું મહત્તમ 2 પાઉન્ડ

આ પગલાંના કારણે સરકારી તિજોરી પર 500 મિલિયન પાઉન્ડથી વધુનો બોજ

Wednesday 29th July 2026 08:31 EDT
 
 

લંડનઃ સમગ્ર ઈંગ્લેન્ડમાં આગામી જાન્યુઆરી મહિનાથી બસના સિંગલ ભાડાની મહત્તમ મર્યાદા બે પાઉન્ડ કરાશે તેવી જાહેરાત વડાપ્રધાન એન્ડી બર્નહામે કરી છે. વધતી કોસ્ટ ઓફ લિવિંગ વચ્ચે સામાન્ય જનતાને રાહત આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય સાથે જ અગાઉની સરકાર દ્વારા વધારીને 3 પાઉન્ડની ભાડા મર્યાદાને ઘટાડીને ફરી બે પાઉન્ડ કરી દેવામાં આવી છે. આ દર સમગ્ર 2027 દરમિયાન અમલમાં રહેશે. લંડન સિવાય સમગ્ર ઈંગ્લેન્ડમાં આ નીતિ લાગુ થશે, કારણ કે લંડન અને ગ્રેટેર માન્ચેસ્ટર જેવા વિસ્તારોમાં પહેલાથી જ નીચા દરો અમલમાં છે. યોજના માટે જરૂરી 500 મિલિયન પાઉન્ડથી વધુના ફંડમાંથી આશરે 400 મિલિયન પાઉન્ડ આંતરરાષ્ટ્રીય ક્લાઈમેટ ફંડિંગના ઉપયોગમાં ફેરફાર કરીને તથા ઊર્જા અને પરિવહન મંત્રાલયના બજેટમાંથી ફાળવવામાં આવશે.

વડાપ્રધાન બર્નહામે જણાવ્યું હતું કે, સારી અને પોષાય તેવી પરિવહન સેવાઓ અત્યંત જરૂરી છે. મોંઘવારીના સમયમાં સસ્તું ભાડું લાખો લોકોને દૈનિક જીવનમાં મોટી આર્થિક રાહત આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter